10 થી 12 શખ્સો સામે ફરીયાદ : 3 યુવકને સારવારમાં ખસેડાયા : તલવાર, પાઇપ, ધોકા જેવા હથિયારોથી તુટી પડયા
ધ્રોલના સોયલ ટોલનાકા પાસે સમાધાન માટે બોલાવીને જામનગરના યુવાન સહિત પર હથીયારોથી હુમલો કરીને જીવલેણ ઇજા પહોચાડયાની બાર શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તપાસ આગળ ધપાવવામાં આવી છે.
જામનગરના રામેશ્ર્વરનગર માટેલચોકમાં રહેતા ફાઇનાન્સનો ધંધો કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા મહેન્દ્રસિંહ જેઠવા (ઉ.વ.32) એ ગઇકાલે ધ્રોલ પોલીસમાં રાજકોટના મયુરસિંહ રાણા, વિક્રમસિંહ રાણા અને અજાણ્યા 10 થી 12 માણસોની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીના માંઢા ગામે રહેતા સગાના પરિવારની પુત્રીને આરોપી મયુરસિંહ હેરાન પરેશાન કરતો હોય અને રાત્રીના બોલેરો પિકઅપ ગાડી લઇ ગામે ઉપાડવા આવેલ હોય જે બાબતે ફરીયાદીને આરોપી વિક્રમસિંહે સમાધાન કરવા માટે ગઇકાલે સોયલ ટોલનાકે બોલાવ્યા હતા.
દરમ્યાન ફરીયાદી તથા સાહેદોને આરોપીઓએ પુર્વ આયોજીત કાવત રચી ગેરકાયદે મંડળી રચી, તલવાર, પાઇપ ધોકા જેવા હથીયારો સાથે અલગ અલગ ફોરવ્હીલ ગાડીમાં સોયલ ટોલનાકા ખાતે આવી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે માથામાં તલવારનો ઘા ઝીંકી જીવલેણ ઇજા કરી હતી અને બંને પગ પર ફોરવ્હીલ ગાડી ચડાવી લઇ પગમાં પાઇપ મારી ફ્રેકચર જેવી ઇજા કરી હતી.
સાહેદ ધનરાજસિંહના માથામાં તલવારના બે ઘા મારી જીવલેણ તથા મુંઢ ઇજા, જીતેન્દ્રસિંહને માથામા પાઇપ માર્યો હતો આમ ફરીયાદી તથા સાહેદો પર જીવલેણ હુમલો કરી ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી દઇ અપશબ્દો કહી એકબીજાને મદદગારી કરી હતી. ફરીયાદના આધારે ધ્રોલના પીએસઆઇ પનારા તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech