જુના મનદુઃખનો ખાર રાખીને ભાટિયાના યુવાન ઉપર જીવલેણ હુમલો

  • October 28, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયોટીંગ સહિતની ફરિયાદ:



કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને જે.સી.બી.ના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઈ આલાભાઈ આંબલીયા નામના 33 વર્ષના આહિર યુવાન સાથે પખવાડિયા પૂર્વે ભાટીયા ગામના જયેશ બાબુભાઈ ચાવડા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતનું મનદુઃખ રાખીને જયેશ બાબુભાઈ ચાવડા સાથે આવેલા પ્રવીણ ગોગનભાઈ ચાવડા અને સાવન ધનાભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને પ્રકાશભાઈને મારી નાખવાના ઈરાદાથી મોટરકાર વડે તેમનો પીછો કર્યો હતો.


આ પછી આરોપીઓએ લોખંડના પાઇપ તેમજ બેઝબોલના ધોકા વડે પ્રકાશભાઈ આંબલીયા ઉપર હુમલો કરી તેમને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 307, 325, 323, 120 (બી) તથા રાયોટિંગની જુદી-જુદી કલમ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.


પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી


ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી રાત્રિના અઢી વાગ્યાના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા એક લાખની કિંમતના યામાહા મોટરસાયકલ લઈને નીકળેલા અત્રે રામનગર વિસ્તારમાં રહેતા કુલદીપ નરશીભાઈ નકુમ નામના 22 વર્ષના દલવાડી યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. સલાયાની ચેકપોસ્ટ પાસેથી મોડી રાત્રીના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 50 હજારની કિંમતના બુલેટ મોટર સાયકલ પર નીકળેલા જામનગરના રહીશ વસીમ અબ્દુલકાદર ચન્ના નામના 33 વર્ષના સંધી મુસ્લિમ યુવાનને પોલીસે ઝડપી લઈ, એમ.વી. એક્ટની કલમ તથા પ્રોહિબીશન એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application