જમીનના શેઢાના મનદુઃખનો ખાર રાખી, ભાણવડના પરિવારજનો ઉપર જીવલેણ હુમલો

  • October 02, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદેસર મંડળી રચીને આવેલા છ શખ્સો સામે ગુનો


ભાણવડ તાલુકામાં રહેતા પુંજાભાઈ રાણાભાઈ ઓડેદરા નામના એક આસામીને ગડુ ગામના ખીમા સામત ભેટારીયા, પરબત સામત ભેટારીયા, ભરત પરબત ભેટારીયા, ઘેલુ સામત ભેટારીયા, હેમત ઉર્ફે મારખી સામત ભેટારીયા અને ભીખુ ઉર્ફે ભરત જેસા ભેટારીયા સાથે જમીનના શેઢા બાબતે જૂનું મનદુઃખ ચાલ્યું આવતું હોય, આ અંગેનો ખાર રાખી, ઉપરોક્ત તમામ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી, લખમણભાઈ નગાભાઈ ઓડેદરા તથા તેમની સાથે તેમના પિતાના કાકા પુંજાભાઈ રાણાભાઈ ઓડેદરાની વાડીના રહેણાંક મકાનમાં ત્રાટક્યા હતા.


લોખંડના પાઇપ, ધારીયા તથા લાકડીઓ સાથે ઘસી આવેલા આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને અનધિકૃત રીતે ઘરમાં અપપ્રવેશ કરી, ફરિયાદી લખમણભાઈ ઓડેદરા તથા તેમના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો. આ સ્થળે આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ઈજાઓ પહોંચાડી, બાદમાં હથિયારો સાથે નાસી છૂટ્યા હોવાની ધોરણસર ફરિયાદ લખમણભાઈ ઓડેદરા (ઉ.વ. 27) દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 452, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application