ગુજરાતમાં આરોગ્ય સંસ્થાઓના રજિસ્ટ્રેશનમાં મુદ્દત વધારાઇ, જાણો છેલ્લી કઈ તારીખ સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન

  • February 21, 2025 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય ૧૨-૦૯-૨૦૨6 સુધી વધારવામાં આવશે. અગાઉ ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું, વિધાનસભામાં આ કાયદો પસાર થયો હતો. 


આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા  કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે ૧૨-૦૯-૨૦૨૬ સુધી થશે. રાજયમાં યોગ્ય તબીબી લાયકાત ધરાવતા અને એથીકલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને રજિસ્ટ્રેશન થકી આવશ્યક કાયદાકીય પીઠબળ મળી રહે અને રજિસ્ટ્રેશનના યોગ્ય ધોરણો ન ધરાવતી તબીબી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ન થઇ શકે તેવી જોગવાઇ અને તેવા કિસ્સામાં દંડની જોગવાઇ થકી આવી સંસ્થાઓને નિયમન કરી શકાય તે ઉદ્દેશ્યથી આ કાયદો રાજ્યમાં અમલમાં મૂકાયો છે.

કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ આરોગ્ય સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રજિસ્ટ્રેશનને રદ કરવાની તેમજ રૂ.10 હજારથી રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઇ છે. રજિસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. 25 હજારથી લઈ રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઇ છે.
અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વગેરે કિસ્સામાં રૂ. 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application