જેતપુર શહેરની ખોડિયાર ધાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાંથી ત્યાંજ રહેતા એક વૃદ્ધાનો અઙ્ગે ધોરાજી રોડ ઉઙ્કર વોંકળામાંઙ્ખી અગાઉ ગુમ ઙ્ખયેલા વૃધ્ધઙ્ગો મૃતદેહ મળી આવ્યો હતો.
શહેરના ખોડિયાર ધાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાં કોઈ મહિલા પાણીમાં દુબતિજતી હોય તેવું દેખાતા ત્યાં રહેતા કેટલાક લોકોએ કેનાલમાં ઝંપલાવી મહિલાને કેનાલના પાણીમાંથી બહાર કાઢી હતી. તેવામાં કોઈએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી મહિલાને સરકારી હોસ્પીટલ લઈ જતા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
આ અજાણી મહિલાનો મૃતદેહ સ્થળ પર પડ્યો હતો તે સમયે કેટલાક લોકોને જાણીતી હોય તેવું લાગતું હતું પણ કન્ફર્મ ન હતું. જેથી તેઓએ આ અજાણી મહિલાનો હોસ્પિટલથી મોબાઈલમાં ફોટો લઈ તેણીના પરીવારજનોને મોકલતા જ મહિલાની ઓળખાણ થઈ ગઈ હતી. આ મહિલા જશીબેન નરેન્દ્રભાઇ શીલુ ઉવ ૫૫ નામના વૃદ્ધાનો મૃતદેહ હોવાનું તેમના પુત્રએ ઓળખ આપી હતી. પોલીસે મહિલાના અમોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઉઙ્કરાંત શહેરના ધોરાજી રોડ પર કેનાલ પાસેથી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે જવાના પુલ નીચે વોકળાના ગંદા પાણીમાં એક લાશ તરતી હોવાનું સીટી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કધાવ્યો હતો.
અજાણ્યો કોહવાઈ ગયેલ અને તીવ્ર દુર્ગંધ મારતા મૃતદેહને પોલીસે દેડબોડી વેન બોલાવી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયો હતો.
અજાણ્યો મૃતદેહ મળતાની જાણ થતા ઋત્વિક દવે નામનો યુવાન સરકારી હોસ્પિટલે આવી કોહવાઈ મૃતદેહ તેમના પિતા નિરજભાઇનો હોવાની ઓળખ કરી હતી. નિરજભાઇ દવે ગત શુક્રવારના ઘરેથી ગુમ હતા અને તેમની ગુમસુદાની નોંધ પણ સીટી પોલીસમાં ઋત્વિકે કરાવી હતી. સરકારી હોસ્પિટલે ફરજ પરના ડોકટરે કોહવાઈ ગયેલ મૃતદેહ હોય મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાવવાનો અભિપ્રાય આપ્યો હતો. પોલીસે હાલ અમોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ : ગુંદાળા ચોકડી પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી SMC
April 11, 2025 12:31 PMજામનગર: આખરે ભૂલ દેખાઈ અને દંડ કર્યો માફ...જાણો શું ઘટના હતી
April 11, 2025 12:22 PMસાઈ અભ્યંકરના સુર અને સંગીતમાં ગજબની તાકાત, રહેમાનને રિપ્લેસ કરી દીધા
April 11, 2025 12:14 PMરણવીર સિંહની 'ડોન 3' નું શુટિંગ ફરી અટકી પડતા અનેક અટકળો
April 11, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech