શહેરમાં પૂરના પાણી ઓસરતા હવે મૃતદેહો જોવા મળી રહ્યા છે. ગઇકાલે તરસાલી અને હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળ્યા હતા. આજે અલગ–અલગ વિસ્તારોમાંથી વઘુ પાંચ મૃતદેહ શહેરના મળી આવ્યા છે. જન્માષ્ટ્રમીના દિવસથી શ થયેલા વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરાને ઘમરોળ્યું હતું. યાં અગાઉ કયારેય પાણી ભરાયા નહતા. તેવા વિસ્તારોમાં ત્રણથી ચાર ફટ પાણી ભરાઇ ગયા હતા. ગઇકાલે તરસાલી વુડાના મકાનની પાછળથી તથા હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળી આવ્યા હતા.
આજે જૂની ફાસ્ટટ્રેક કોર્ટ અને હાલમાં ચેરિટી કમિશનરની કચેરી જવાના રોડ પરથી એક અજાણ્યા વ્યકિતની લાશ મળી આવી હતી. જે અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. યારે અન્ય એક બનાવમાં ખિસકોલી સર્કલ પાસે નિલકઠં નગરમાં રહેતા અનિલ રણછોડભાઇ પઢિયાર તથા મનોજ ભરતભાઇ બારિયા શાકભાજી અને દૂધ લેવા માટે નીકળ્યા હતા. આજે તેઓના મૃતદેહ ખિસકોલી સર્કલ પાસેથી મળી આવ્યા હતા. અન્ય એક મૃતદેહ ખાસવાડી સ્મશાનની પાછળથી તથા અકોટા નજીકથી મળી આવ્યા હતા. તેઓની ઓળખ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા ભાજપના નેતાઓને લોકોએ કાઢી મુકયા
વડોદરા શહેરમાં ૧૯૭૬ બાદ ૪૮ વર્ષે પ્રથમ વખત વિશ્વામિત્રીના વિનાશક પૂરે છેલ્લા ત્રણ દિવસથી શહેરને ધમરોળતા તે માટે જવાબદાર વહીવટી તત્રં તથા રાજકીય નેતાઓ હોવાથી લોકોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. લોકોને કરોડનું પિયાનું નુકસાન થયું છે, ત્યારે આજે વિધાનસભાના દંડક બાળુ શુકલ, શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક કોર્પેારેટરો સમા–સાવલી રોડ અજીતાનગરમાં મુલાકાતે ગયા તે સમયે લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા. ત્રણ દિવસથી પૂરના પાણીથી ત્રસ્ત બનેલા અને કોઇપણ પ્રકારની સહાય નહીં મળતા લોકોના આક્રોશનો ભોગ ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવી પણ બન્યા હતા પોલીસે દરમિયાનગીરી કરી લોકોને દૂર હટાવ્યા હતા. ગૃહ રાયમંત્રીને કોર્ડન કરી ટોળાની બહાર લઇ જવાની ફરજ પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech