Chess World Champion: ભારતનો ડી ગુકેશ બન્યો સૌથી નાની વયનો વર્લ્ડ ચેમ્પિયન

  • December 12, 2024 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ગુરુવારે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના 14મા અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.


ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ગુરુવારે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના 14મા અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. લિરેનને હરાવીને તે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. ઉલ્લેખનીય છે કે અત્યારે તે 18 વર્ષનો છે.


ગુકેશ હજુ 18 વર્ષનો છે. આ પહેલા ગુકેશે 17 વર્ષની ઉંમરમાં FIDE ક્રેડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતી હતી. તે આ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.


ગુકેશનો જન્મ 29 મે 2006ના રોજ ચેન્નાઈના એક તેલુગુ પરિવારમાં થયો હતો. તેના માતા-પિતા આંધ્ર પ્રદેશના ગોદાવરી ડેલ્ટા પ્રદેશના છે. તેમના પિતા ડૉ. રજનીકાંત કાન-નાક અને ગળાના સર્જન છે, જ્યારે તેમની માતા પદ્મા માઇક્રોબાયોલોજીસ્ટ છે.


ગુકેશ સાત વર્ષની ઉંમરે ચેસ રમતા શીખ્યા છે. તે વેલમ્મલ વિદ્યાલય શાળા અયનામ્બક્કમ, ચેન્નાઈમાં અભ્યાસ કરે છે. ગુકેશે માત્ર 12 વર્ષની ઉંમરમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, તેનું આખું નામ ડોમ્મારાજુ ગુકેશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application