સી.એ પતિ સહિતના સાસરિયા પરિણીતા, દીકરીના જીયાણાના દાગીના ઓળવી ગયા

  • December 26, 2023 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી પરિણીતાએ સુરતમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ પતિ,સાસુ–સસરા સામે શારીરિક–માનસિક ત્રાસ અને પોતાના ક્રીધનના દાગીના ઓળવી જવા અંગે ફરિયાદ નોંધાવી છે.યુનિવર્સિટી રોડ પરના વિમલનગર વિસ્તારમાં એકાદ વર્ષથી પુત્રી સાથે માવતરના ઘરે રિસામણે આવેલી પ્રિયંકાબેન(ઉ.વ ૨૯)  નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ ધ્રૂવ, સસરા નીતિનભાઈ કનૈયાલાલ મહેતા, સાસુ ઈલાબેન (રહે. ત્રણેય ૨૯,સાંઈરામ રો હાઉસ, હની પાર્ક રોડ, અડાજણ, સુરત) અને નણદં જાનવી ધૈવત વ્યાસ (રહે. વાસ્તુ નિર્માણ સોસાયટી, સેકટર ન. ૨૨, ગાંધીનગર) ના નામ આપ્યા છે.


પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેણે એમ.ફીલ, બી.એડ. સુધી અભ્યાસ કર્યેા છે. ૨૦૧૭માં લ થયા હતા. લ બાદ પતિ સાથે શીમલા–મનાલી હનિમુન માટે ગઈ હતી. સાથે નણદં અને નણદોયા પણ આવ્યા હતા. તે વખતે નણંદે ખાવા–પીવા બાબતે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી અપમાનિત કરી હતી. ઘરે પરત આવ્યા બાદ પતિ, સાસુ અને સસરાએ કરિયાવર બાબતે મેણા–ટોણા મારવાનું અને ત્રાસ આપવાનું શ કયુ  હતું.
સાસરિયાઓએ પિયર પક્ષ તરફથી મળેલા દાગીના લોકરમાં મુકી દીધા હતા. જે તેને પહેરવા આપતાં નહીં. તેના પિતાની સુરત બદલી થતાં સાસરિયાઓને ગમ્યું ન હતું. ત્યારથી તેની સાથે સંબધં ઓછો કરી નાખ્યો હતો. તેને પિયરને ત્યાં જવા દેતાં નહીં.


એક વખત તેની પુત્રીને ૧૦૨ ડિગ્રી તાવ હોવા છતાં સાસુએ પતિને હોસ્પિટલે આવવા દીધો ન હતો. તેના પતિ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. જેનો ત્રણ લાખ પગાર છે. આમ છતાં નાની–નાની વસ્તુ ખરીદવા પણ તેને પૈસા આપતો ન હતો. પ્રેગનન્સી વખતે સાસરિયાઓ તેની સાર–સંભાળ રાખતા નહીં. નણદં તેને મારકૂટ પણ કરતા હતા. સાસુએ ઝઘડો કર્યેા ત્યારે પતિએ સાસુના પગે પાડી તેની પાસે માફી મંગાવી હતી.પુત્રીનો જન્મ થયા બાદ નણદં તેને માલીસ કરવા બાબતે ગમે ત્યારે ઉંઘમાંથી ઉઠાડી હેરાન કરતી હતી. સીઝેરીયન હોવા છતાં તેને પુરતો આરામ કરવા દીધો ન હતો.


 ૨૦૨૨ની સાલમાં પરિક્ષા માટે રાજકોટ આવી હતી તે વખતે પુત્રીને કોરોના પોઝીટીવ આવતાં રોકાઈ ગઈ હતી. ત્યારે પતિ અને સસરાએ છૂટાછેડા લેવા છે તેવી વાત કરી હતી. ટેટની પરિક્ષા માટે માતા અને ભાઈ લેવા આવતાં સસરાએ તેના ભાઈને સ્ટુલ મારી તેની માતાને ધકકો મારી દીધો હતો. પિયરમાં આવ્યા બાદ તેની પુત્રી બીમાર પડતા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પતિ હાજર હોવા છતાં રાત્રે સુરત જતા રહ્યા હતા. એકાદ વર્ષથી તેની અને પુત્રીની પતિએ દરકાર લીધી નથી. તેના સોના–ચાંદીના દાગીના અને જીયાણામાં આપેલા દાગીના અવાર–નવાર માંગણી કરવા છતાં પરત આપ્યા ન હતાં.જેથી અંતે તેણીએ આ ફરિયાદ કરતા પોલીસે શારીરિક–માનસિક ત્રાસ,ક્રીધન ઓળવી જવા અને દહેજધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application