જામનગરના એરપોર્ટ મહિલાકર્મીને હડધુત કરી ધમકી અપાઇ

  • July 15, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની મહિલા સહિત બે સામે કરાતી રાવ


જામનગરના એરપોર્ટ મહિલાકર્મીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરીને જાનથી મારી નાખવાની ધમકી દીધાની પોરબંદરની મહિલા સહિત બે સામે ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના દિ.પ્લોટ 52માં રહેતી એરપોર્ટમાં નોકરી કરતી અનીતાબેન મકવાણા (ઉ.વ.25) નામની યુવતિને આરોપી મહિલાના પતિ સાથે બોલચાલનો વહેવાર હોય જે બાબતે મહિલા આરોપીએ શંકા સેવી ફોન મેસેજ કરી અપશબ્દો કહયા હતા તેમજ ગત તા. 21-5ના રણજીતસાગર રોડ પર બંને આરોપીએ  ફરીયાદીને બ મળી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.


આથી અનીતાબેન દ્વારા સીટી-એ ડીવીઝનમાં બે દિવસ પહેલા પોરબંદરના કોરીખડા ગામ વિસ્તારમાં રહેતી ભુમીકાબેન વિરલભાઇ કાપડી તથા ધરમદાસ મેસવાણીયાની વિરુઘ્ધ આઇપીસી 504, 506(2), 114 તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application