પુત્રી વડીલોપાર્જીત મિલકત મેળવવા માટે દાવો કરી શકે: સીવીલ કોર્ટ

  • May 04, 2023 11:25 AM 

આ કેસની હકીકત એવી છે કે, વાદી ચતુરાબેન જેરામભાઇ રાંક એટલે કે લાલજીભાઇ ગોવિંદભાઇ માધાણીના પુત્રી ગુજ. ગોવિંદભાઇ ડાભાઇ માધાણીની વડીલોપાર્જીત મિલકતમાંથી હિસ્સો મેળવવા માટે અદાલતમાં દાવો કરેલ છે. ધુડસીયા ગામે આવેલ આ જમીન મુળ કણબી ડા લખમણની હતી. કણબી ડા લખમણે જીવીબેન સાથેલગ્ન કરેલા. પરંતુ ત્યારબાદ ડા લખમણની પત્ની જીવીબેનનું અવસાન થયેલ. એથી ડા લખમણે પાંચીબેન સાથેફરી લગ્ન કરેલા. અને પાંચીબેન તેમની સાથે આંગડીયાત પુત્ર પરસોતમ જાદવ લાવેલાં અને પરસોતમ જાદવને પાંચીબેને રજીસ્ટર્ડ દસ્તાવેજથી દતક પુત્ર લીધેલ અને તેના આધારે પરસોતમ જાદવના નામની રેવન્યુ નોંધો પડેલી. પરંતુ આ દતક વિધાન ગેરકાયદેસર પ હોય કારણકે દતકવિધાન થયું ત્યારે પરસોતમ જાદવ પુખ્ત ઉમરના હોય જેથી તેમને ગોવિંદભાઇ ડાભાઇની મિલકતમાં વારસાઇ હકક મળે નહીં તે દાવો મંજુર થયે તે સામે પરસોતમ જાદવે જામનગરની અદાલતમાં પરસોતમ લાધાએ અપીલ કરેલ. પરંતુ તે અપીલ રદ થતા પરસોતમ લાધાની તરફેણમાં રજીસ્ટર્ડ દતકવિધાનના આધારે થયેલ રેવન્યુની તમામ નોંધો રદ થયેલ.

એટલે ધુડસીયા ગામની દાવાવાળી જમીન ગુજ. ગોવિંદ ડાના વારસદાર દરજજે વલ્લભ ગોવિંદ, લાલજી ગોવિંદ અને ચના ગોવિંદના નામે ચડાવવામાં આવેલ. ત્યારબાદ લાલજી ગોવિંદ આ જમીનમાંથી પોતાનો હકક હિત હિસ્સો કોઇપણ જાતની કાયદેસરની કાર્યવાહી કયર્િ વિના ઉઠાવી લીધો જયારે વારસાઇની પ્રક્રિયા થઇ ત્યારે તમામ વારસદારો એટલે કે ગોવિંદ ડાના તમામ વારસદારોને વાદીને પણ નોટીસ કરવી જોઇએ. પરંતુ વાદીની પીઠ પાછળ થયેલ ગેરકાયદેસર વેંચાણ થયેલ હોય. વાદી ચતુરાબેન રામજી રાંકના પત્ની અને લાલજી ગોવિંદ માધાણીના પુત્રી વડીલોપાર્જીત મિલકતમાંથી પોતાનો હિસ્સો જુદો પાડી આપવા દાવો કરેલ છે.

આ દાવામાં પ્રતિવાદી તરફે એવી તકરાર ઉઠાવવામાં આવી કે દાવો રદ કરવા અરજી આપવામાં આવેલ કેવાદીએ રેવન્યુ રાહે કાર્યવાહી કરેલ ન હોય અને કોર્ટના જજમેન્ટનાં આધારે નોંધ પડેલ હોય તેને ચેલેન્જ ન કરી શકાય તેણી વાદીના વકીલ તેનો પ્રત્યુતરમાં દલીલ કરેલ કે દાવા અરજી માન્ય રાખવી કે રદ કરવી તે સમયે માત્ર દાવા અરજી જોઇ શકાય અનેદાવા અરજી જોતા વાદી વડીલોપાર્જીત મિલકતનાં હિસ્સો માંગવા દાવો કરવા હક્કદાર હોવાનું ઠરાવી પ્રતિવાદીની દાવો રદ કરવાની અરજી રદ કરેલ છે. આ દાવામાં વાદી તરફે વકીલ હિતેન ભટ્ટ, હેમાંશુ સોલંકી અને ધર્મેન્દ્ર ઠાકર રોકાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application