આગામી તા. 25 ના રોજ દેશના વડાપ્રધાન દ્વારકા અને ઓખા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પ્રસંગે આવશે. પાકિસ્તાનના દરિયાઈ વિસ્તારથી તેમના જિલ્લાના કાર્યક્રમનું સ્થળ ખૂબ જ નજીક આવેલ હોવાથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL_PLATFORM) નો ગેરલાભ લઇ, વડાપ્રધાનની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા સંભાવના હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા "નો ફ્લાય ઝોન”જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ તમામ કાર્યક્રમો દરમિયાન પ્રવાસ રૂટ ઉપર તથા બેટ દ્વારકા હેલિપેડની ત્રીજ્યાથી પાંચ કિ.મી. વિસ્તાર, સિગ્નેચર બ્રિજ ઓખાના છેડાની ત્રિજ્યાથી પાંચ કિ.મી. વિસ્તાર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા તથા તેની આસપાસ પાંચ કિ.મી.ના વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUAD COPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) જેવા UAV (Unmanned Aerial Vehicle) તથા માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTER) તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવા/કરવા ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ વિભાગ અને સુરક્ષાદળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું તા. 24 થી 24 ના કુલ 48 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech