દિલ્હીમાં શ્વસન સંબંધી રોગોનો સામનો કરવાની તૈયારી અંગે ચર્ચા કરવા માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ અને આઈડીએસપીના રાજ્ય કાર્યક્રમ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી અને અધિકારીઓએ તાકીદ કરી છે કે આવા કોઈ કેસ સામે આવે તો તરત રીપોર્ટ કરવો તેમજ હોસ્પિટલોને પણ એલર્ટ પર રહેવા જણાવ્યું છે.હોસ્પિટલોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ્ના કેસોની પોર્ટલ દ્વારા તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના ડોક્ટરે માહિતી આપી હતી કે ચીનમાં મેટાપ્યુમોવાયરસનો પ્રકોપ છે, જે ખૂબ જ ગંભીર છે, પરંતુ ભારતમાં તેની કોઈ અસર થશે નહીં. આ વાયરસ મોટે ભાગે વૃદ્ધ લોકો અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે.ભારતીય હોસ્પિટલો આવા વાયરસને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે. કોઈ શંકા કરવાનું કોઈ કારણ નથી. એચએમપીવી સામાન્ય રીતે બાળકોમાં પણ સંક્રમિત થઈ રહ્યો છે. બધા ફ્લૂ સેમ્પલમાં 0.7 ટકા એચએમપીવી હોય છે. આ વાઈરસનું સ્ટ્રેન ક્યાં છે એ હજુ પણ ખબર નથી
આ વાયરસને માનવ મેટાપ્યુમોવાયરસ અથવા એચએમપીવી વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં બળવું, નાકમાંથી સતત પ્રવાહી નિકળવું અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી ચેપ ગંભીર સાબિત થઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જારી કરી છે.
એક નિવેદન અનુસાર, આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક, ડો. વંદના બગ્ગાએ રવિવારે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દિલ્હીમાં શ્વસન સંબંધી રોગોનો સામનો કરવાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભલામણો હેઠળ, હોસ્પિટલોને HMPV પોર્ટલ દ્વારા ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોના કેસોની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે
શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને જઅછઈં કેસ અને લેબ દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપ્ની ઉપલબ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech