ભારતમાં સાયબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યો છે તેમાયે હવે ડીજીટલ અરેસ્ટ કરી મહત્વની માહિતી પડાવી લઈ કરોડો પિયા ટ્રાન્સફર કરાવી લેવાના કૌભાંડો દિવસે ને દિવસે વધુ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક ખતરનાક ષડંત્ર સામે આવ્યું છે કે હેકર્સ ભારત સરકારના ઈમેલ વેચી રહ્યા છે. જે માટે તેઓ સોશીયલ મીડિયા પર જાહેરાત આપી રહ્યા છે અને તે રીતે સામાન્ય લોકોની મહેનતની કમાણી લૂંટી રહ્યા છે
અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ એક ચેતવણી જારી કરી હતી કે સાયબર ગુનેગારોએ માહિતી માંગવા માટે અમેરિકન ખાનગી કંપનીઓને હેક કરી હતી. ઓપન–સોર્સ ઇન્ટેલિજન્સ ટીમને ખાનગી હેકિંગ અને ડેટા સેલિંગ પ્લેટફોર્મ પર ત્રણ સૂચિઓ મળી, જેમાંથી સૌથી તાજેતરની ૬ નવેમ્બરે પોસ્ટ કરવામાં આવી હતી.જેમાં ઈમેલ આઈડી અને તેના પાસવર્ડના વેચાણની જાહેરાત કરવામાં આવી હતી.આવું જ ભારતમાં પણ થઈ રહ્યું છે . ભારતમાં સાયબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યો છે.ગુનેગારો વિવિધ યુકિતઓ અપનાવીને લોકોને શિકાર બનાવીને સામાન્ય લોકોની મહેનતની કમાણી લૂંટી રહ્યા છેઆમાં મોટો ખુલાસો થયો છે. અહેવાલ છે કે સાયબર ગુનેગારોએ કથિત રીતે ભારતીય સરકારી કર્મચારીઓના ઈમેલ આઈડીના યુઝરનેમ અને પાસવર્ડ એકસેસ કર્યા હતા.જો આ ઈમેલ એકસેસ કરવામાં આવે છે, તો તે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખોલી શકે છે, જેનાથી વ્યકિતઓ અને વ્યવસાયો માટે ગંભીર પરિણામો આવી શકે છે.એક પ્રાઈવેટ ફોરમ પર એક હેકર દાવો કરે છે કે કોઈ પણ આ સરકારી ઈમેલ એકાઉન્ટને થોડા હજાર પિયામાં ખરીદી શકે છે.એકવાર તમે અકસેસ ખરીદી લો તે પછી, તમે પાસવર્ડ રીસેટ કરી શકશો અથવા તમને જે જોઈએ તે કરી શકશો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech