રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ૩૨ ઈંચ વરસાદ અને મોસમનો કુલ વરસાદ ૫૦ ઈંચ જેટલો વરસતા શહેરના ડામર રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે અને લગભગ તમામ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા આજથી સમગ્ર શહેરમાં ડામર રોડમાં થયેલા નુકસાનનો સર્વે શ કરવા ઇજનેરોને આદેશ કરવામાં આવ્યો છે અને આ માટે વોર્ડ વાઇઝ ટુકડીઓ કામે લગાડાઇ છે જે મહત્તમ એક પખવાડિયાના સમયગાળામાં કમિશનરને સુપ્રત રિપોર્ટ કરશે.મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે યાં આગળ પેચ વર્કથી કામ ચાલી શકે તેમ હોય ત્યાં આગળ પેચવર્ક કરવા તેમજ અમુક સ્થળોએ પેવર બ્લોકથી પણ ડામર રસ્તા ઉપરના ખાડા પુરી શકાય તેમ છે ત્યાં આગળ તે રીતે ખાડા પુરવા માટે સૂચના અપાઇ છે.તેમણે ઉમેયુ હતું કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં ભારે વરસાદ બાદ થયેલી પરિસ્થિતિ નિવારવા માટે નવ અધિકારીઓની એક સંકલિત ટીમ તૈયાર કરીને મૂકવામાં આવી છે જેઓ ભારે વરસાદ બાદની કરવાપાત્ર થતી તમામ કામગીરી કરી રહ્યા છે.શહેરમાં વૃક્ષો ધરાશાયી થયાની નમી ગયાની તેમજ વૃક્ષોના ડાળખા રોડ ઉપર પડા હોવાની અસંખ્ય ફરિયાદો મળતા આ માટે ગાર્ડન શાખાની સમગ્ર ટીમ કામ કરી રહી છે પરંતુ તદુપરાંત એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાંથી વધારાના ૧૦ કર્મચારીઓ પણ હાલ પૂરતા ગાર્ડન શાખાને આપવામાં આવ્યા છે અને તેઓ પણ વૃક્ષો ઉપાડવાની કામગીરીમાં લાગી ગયા છે.શહેરના જે સંકુલોમાં વરસાદી પાણી ભરાયેલા છે ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ડી વોટરિંગ મશીન તેમજ પપં સાથે સ્ટાફને કામે લગાડવામાં આવ્યું છે સૌપ્રથમ વરસાદી પાણીનો નિકાલ ટોપ પ્રાયોરિટીમાં કરવામાં આવી રહ્યું છે
ત્યારબાદ સઘન સફાઈ શ કરાય છે અને આવતીકાલથી સમગ્ર શહેરમાં દવા છટકાવ શ થશે.મહાનગરપાલિકાનું સમગ્ર સ્ટાફ એવા તારણ પર આવ્યો છે કે સમગ્ર શહેરમાં ડામર રસ્તાઓને સૌથી વધુ નુકસાન માધાપર અને કોઠારીયા વિસ્તારમાં થયું છે આ બંને વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય ત્યાં આગળ કલાકો નહીં પરંતુ દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલું રહેતા આ વિસ્તારના રસ્તાઓની હાલત એવી થઈ છે કે ત્યાં આગળ ખાડાઓ વચ્ચેથી રસ્તો શોધવો પડે તેમ છે.
કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે ટુ વ્હિલર ચાલકોને હાથમાંથી હેન્ડલ મુકાઇ જાય તેવડો ખાડો
રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટઝોન હેઠળના વોર્ડ નં.૮ના ગૌરવ પથ જાહેર કરાયેલા કાલાવડ રોડ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બરાબર સામે યાં આગળ રાહદારીઓને ચાલવા માટેના બેલાર્ડ મુકવામાં આવ્યા છે ત્યાં આગળ અંદાજે પાંચ ફટ લંબાઈ અને ત્રણ ફટ પહોળાઈનો એવા ત્રણેક ખાડા પડા છે અને તેમાં સતત પાણી ભરેલું રહે છે આથી વાહન ચાલકોને તે ખાડા દેખાતા નથી અને તેમાં ટુ વહીલર ખાબકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech