દેશના કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્રારા સંસદમાં ઉચ્ચારાયેલા વિધાનોને લઈ ચાલી રહેલ વિરોધમાં આજે દલિત સમુદાય દ્રારા રાજકોટમાં વિરોધ સાથે રેલી નીકળી હતી. કલેકટર કચેરી ખાતે તેમજ પોલીસ કમિશનરને સંબોધીને આવેદન પત્ર અપાયા હતા.
સમસ્ત અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ સમુદાય રાજકોટના નેજા હેઠળ આજે રેલી નીકળી હતી. જયભીમના નારા સાથે રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી.
આજે રજાનો દિવસ છતાં સુશાન દિવસ ઉજવણી અંતર્ગત કલેકટર પ્રભવ જોષી તથા અન્ય અધિકારીગણ કલેકટર કચેરીએ હાજર હતા. રેલીએ પટાંગણમાં સુત્રોચ્ચાર, દેખાવો કર્યા હતા. પ્રતિનિધિ મંડળ દ્રારા કલેકટરને લેખીત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગૃહમંત્રી દ્રારા ઉચ્ચારાયેલા શબ્દોનો વિરોધ વ્યકત કરાયો હતો.
આ ઉપરાંત નાનામવા રોડ પર મેઘમાયાનગર–૨માં રહેતા ચુડાસમા પંકજ દેવજીભાઈના નામ સાથે પોલીસ કમિશનરને સંબોધીને લેખીત રજુઆત કરી હતી. જેમાં ગૃહમંત્રી અમીત શાહ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માગણી કરી હતી.
રેલી આવેદન પત્રમાં મહારાષ્ટ્ર્ર અમરાવતીના ભંતે આનંદ, યુવા ભીમસેનાના ડી.ડી.સોલંકી, બહત્પજન સમાજ પાર્ટીના ચમનભાઈ સવસાણી, દિનેશભાઈ પડાયા, બામ સેફના વિનય સાગર, રીપબ્લીકન પાર્ટીના પંકજ ચુડાસમા અન્ય દલિત અગ્રણીઓ ભાવેશ નૈયા, વિક્રમ વોરા, રવજી પારીયા, ચંદ્રગુ મૌર્ય, નરેશ બગડા, રમેશ મુછડીયા, રઘુરામ યાદવ, શાંતાબેન મકવાણા, સતિષ સાગઠીયા સહિતના જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech