ધોરાજીમાં જૂથ અથડામણ મામલે દલિત સમાજે રેલી યોજી

  • March 15, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં બે દિવસ પહેલા બે સમાજ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી આ જૂથ અથડામણના છમકલામાં મારામારી અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે પછી સામ પક્ષે છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી જેમાં અનુ. જાતિ સમાજના બે યુવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સામે પક્ષે છેડતી સહિતની ખોટી ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ સાથે ધોરાજી શહેરના નસીબ ચોક ખાતેથી હાલતમાં રેલી યોજાઈ અર્ધ નગ્ન હાલતમાં રેલી યોજી ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું


ધોરાજી અનુ.જાતિ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકો નસીબ ચોક ખાતે એકઠા થયા હતા શહેરના નસીબ ચોક થી ગેલકસી ચોક સુધી રેલી યોજી હતી જેમાં આગેવાનો તેમજ લોકોએ અર્ધ નગ્ન હાલતમાં  વિરોધ નોંધાવ્યો હતો ઉપરાત દલિતો પર અત્યાચાર બંધ કરો નાં નારા લગાવ્યા હતા તેમજ અનુ.જાતિ સમાજના બે યુવકો ઉપર છેડતીના ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા સાથે ખોટા કેસ પરત ખેંચવાની માંગ સાથે ગેલક્સી ચોક ખાતે ધરણા પર બેઠા હતા એ દરમીયાન એક મહિલા બેભાન થતાં હોસ્પિલમાં ખાતે પણ ખસેડવામાં આવેલ હતા  ઉપરાત ધોરાજી શહેરમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે આવેદપત્ર આપ્યું હતુ 
​​​​​​​
ધોરાજીમાં અનુ.જાતિ સમાજના લોકોએ અર્ધનગ્ન હાલતમાં રેલી યોજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે આવેદન પત્ર પાઠવવા આવેલ અનુ. જાતિ સમાજના લોકોને ડેપ્યુટી કલેકટર જે.એન.લીખિયા તેમજ જેતપુર ડિવિઝન ના ડિવાઇએસ પી રોહિત ડોડીયા ઉપસ્થિત રહી સમગ્ર હકીકત જાણી હતી અને અનુસુચિત જાતિના લોકોની માંગ મુજબ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ એ અન્વયે ડેપ્યુટી કલેકટર દ્વારા આશ્વસન પાઠવવામાં આવ્યું હતું જેમના અનુસંધાને અનુ.જાતિ સમાજના લોકો એ ધરણાંનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application