મહાપાલિકામાં ભરતી પૂર્વે ડખ્ખો; આંદોલનનું એલાન

  • December 12, 2023 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર અને આસિ. કમિશનરની ભરતી ઓપ્ન ઇન્ટરવ્યુના બદલે ઇન હાઉસ રિક્રૂટમેન્ટથી કરવામાં આવનાર છે. આ અંગે તાજેતરમાં ઘડાયેલા અને મંજુર કરાયેલા ભરતીના નિયમોમાં તદ્દન સ્પેસિફિક ક્રાઇટેરિયા રાખતા વિવાદ વંટોળ સર્જાયો છે.


કઇ પોસ્ટ ઉપર કોની ભરતી કરવી તે જાણે અગાઉથી જ નક્કી થઇ ગયું હોય તેવા ભરતીના નિયમો ઘડાયા હોવાનો કથિત આક્ષેપ યુનિયન દ્વારા કરાયો છે અને સાથે જ યોગ્ય લાયકાત ધરાવતા વર્ગ-2 અને વર્ગ-3ના તમામ ઉમેદવારો પણ અરજી કરી શકે તેવા નિયમો રાખવા બુલંદ માંગ કરવામાં આવી છે. જો આ મામલે વહેલી તકે કોઇ ઉકેલ કે નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી


પરિષદ યુનિયનએ લેખિતમાં જણાવ્યું છે કે કર્મચારીઓના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓમાં (1) કર્મચારીઓના ભરતી બઢતીના પ્રશ્નોના નિરાકરણ હેતુ પગાર સુધારણા કમિટીની રચના સને-2017માં થયેલ હોવા છતા કમિટીની મીટીંગ થતી ન હોવાનો પ્રશ્ન (2) કર્મચારી યુનિયનો સાથે પ્રશ્નોના યોગ્ય નિરાકરણ હેતુ દરેક માસના પ્રથમ શનિવારે મિટીંગ રાખવાનું નક્કી થવા છતા વર્ષ-2023માં એક પણ મીટીંગ થયેલ ન હોવાનો પ્રશ્ન (3) રાજકોટ મહાપાલિકાની વિવિધ કામગીરી કે જેમાં ઓવરટાઇમ ચુકવવાનો થતો હોય તેમાં મુખ્ય ચોક્ક્સ શાખાના કર્મચારીઓને ફરજ સુપ્રત કરવામાં આવતી હોય જ્યારે મહાપાલિકાની અન્ય કામગીરી કે કાર્યક્રમો જેમાં કોઇ નાણાંકિય લાભ મળવાપાત્ર ન હોય તેમાં ચોક્ક્સ મુખ્ય શાખા સિવાય અન્ય તમામ શાખાઓને ફરજ સુપ્રત કરવામાં આવતા અન્યાય બાબતે (4) કર્મચારીઓની મેડીકલ પોલીસીમાં આર્થિક સહાયમાં વધારો કરવા બાબતે અથવા તમામ કર્મચારીઓને કેશલેસ કાર્ડની સુવિધા તેમજ વર્ગ-4 ના કર્મચારીઓને જુથ વિમા લાભ આપવા (5) મ્યુનિસિપલ કર્મચારીઓની આવાસ યોજનાનો પ્રશ્ન (6) કર્મચારીઓના પગાર ફિક્સેશનના પ્રશ્નોના નિરાકરણ અંગે (7) ચુંટણી કામગીરીમાં ચુંટણીની કામગીરી સોંપવામાં આવે ત્યારે વર્ગ-3ના કર્મચારીઓને પોલિંગ ઓફીસરના બદલે પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ બુથ લેવલ ઓફીસરની કામગીરીની તકલીફો અને વિસંગતતા દુર કરવાનો પ્રશ્ન (8) આ સિવાય અન્ય નાના મોટા અગાઉ રજુ કરાયેલ પરંતુ ઘણો સમય વિતી જવા છતા હજુ સુધી પેન્ડીંગ રહેલ પ્રશ્નોના નિરાકરણ બાબતે તથા (9) તાજેતરમાં બનાવવામાં આવેલ રિક્રૂટમેન્ટ રૂલ્સમાં અમુક ચોક્કસ કેડરના વર્ગ-3 તથા વર્ગ-2ના અધિકારીઓ જ અરજી કરી શકે અને નિયત કરેલ લાયકાત ધરાવતા અન્ય કેડરના અન્ય વર્ગ-3 તથા વર્ગ-2ના કર્મચારીઓ અરજી પણ ન કરી શકે તે અન્યાયી નીતિ દુર કરવા સહિતના કુલ નવ મુદ્દાઓને લઇને મિટિંગ યોજવાની માંગણી છે.

આસિ.કમિશનર માટે મેનેજર, વોર્ડ ઓફિસર અનેઓફિસ સુપ્રિ.સિવાય કોઇ અરજી નહીં કરી શકે!
રાજકોટ મહાપાલિકામાં સહાયક કમિશ્નરની જગ્યા માટે માત્ર મેનેજર, વોર્ડ ઓફીસર અને ઓફીસ સુપ્રિન્ટેનડેન્ટ જ અરજી કરી શકશે, જ્યારે આ નિયત કરેલ લાયકાત ધરાવતા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ કલાર્ક, કોમ્યુનીટી ઓર્ગેનાઇઝર, જન્મ મરણ નોંધણી વિભાગના સુપ્રિન્ટેનડેન્ટ, સેનીટેશન ઓફીસર, લો ઓફીસર, લેબર ઓફીસર, ડેપ્યુટી ઇજનેર, એડીશનલ આસિસ્ટન્ટ ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર સહિતની અન્ય કેડરના કર્મચારીઓ અરજી કરી પણ ના શકે તેવી અન્યાયી નીતી નિયત કરાયેલ છે તેવો આક્ષેપ કર્મચારી પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે.

ડે.કમિશનરની પોસ્ટ માટે આસિ.કમિશનર કે મેનેજરજ અરજી કરી શકે, વર્ગ-1ના અન્ય અધિકારી નહીં!
રાજકોટ મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનરની જગ્યા માટે ફક્ત સહાયક કમિશ્નર અને મેનેજર જ અરજી કરી શકે પરંતુ આ જગ્યાની નવી લાયકાત નક્કી કયર્િ મુજબ વર્ગ-1 ના કોઇપણ અધિકારી અરજી કરી ન શકે તેવી જ રીતે વર્ગ -2 માં ડેપ્યુટી ઇજનેર સહિત અન્ય કેડરના લાયકાત ધરાવતા અધિકારીઓ અરજી પણ ન કરી શકે તેવી અન્યાર્થી નીતિ નક્કી કરાયેલ છે તેવો આક્ષેપ રાજકોટ મહાપાલિકાના માન્ય યુનિયન કર્મચારી પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે.

આવતીકાલે સવારે 11-30 કલાકે ડેપ્યુટીકમિશનરની ચેમ્બર બહાર રામધૂન થશે
રાજકોટ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓના હિતના પ્રશ્નોના નિરાકરણ અર્થે કમિશ્નર દ્વારા તા.30 નવેમ્બર 2023 સુધીમાં કમિટીની મિટીંગ બોલાવવા તથા કર્મચારીઓને અન્યાય કરતા અનેક પ્રશ્નોનુ પણ નિરાકરણ થઇ રહે તે હેતુસર દર માસના પ્રથમ શનિવારે યુનિયન તથા વહિવટી તંત્ર વચ્ચે મીટીંગનું આયોજન કરવાની ખાતરી આપવામાં આવેલ છે પરંતુ તાબા હેઠળના અધિકારીઓ દ્વારા આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય અને જેને કારણે કર્મચારીઓના ફેલાયેલ રોષની લાગણીને વાચા આપવા આવતીકાલે તા.13-12-2023 ને બુધવારે સવારે 11-30 કલાકે કર્મચારીઓ દ્વારા નાયબ કમિશનરની ચેમ્બર પાસે રામ ધુન બોલાવવાના કાર્યક્રમનું આયોજન છે તેમ રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદના મહામંત્રી પ્રેરીતભાઇ જોષી અને મૌલેશભાઇ વ્યાસની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application