BREAKING NEWS

ડેડી ઓન ડયુટી: રણવીરસિંહે દીકરી માટે ધૂમ્રપાન છોડી દીધું, રણવીર દુઆના ડાયપર બદલે છે

  • June 19, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ સ્ટાર્સ ફકત મોટા પડદા પર તેમના શાનદાર પ્રદર્શન માટે જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેમના પિતાની ફરજો માટે પ્રખ્યાત છે. પિતા બન્યા પછી અનેક અભિનેતાઓના સ્વભાવ બદલી ગયા તો અમુકે ટેવ બદલી. પિતા બન્યા પછી સ્ટાર્સે પિતૃત્વ રજા લીધી, અરે ત્યાં સુધી કે સ્ટાર્સે તેમના બાળકો માટે ખરાબ ટેવો છોડી દીધી. બાળકોની માતાની ગેરહાજરીમાં ડાયપર બદલે છે
બદલાતા સમયમાં, પિતાની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. તાજેતરના ભૂતકાળમાં પિતા બનેલા અભિનેતા રણવીર સિંહ, રણબીર કપૂર, રાજકુમાર રાવ, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણદીપ હત્પડ્ડા એ સ્વીકાયુ છે કે તેઓ તેમના બાળકોની સંભાળ રાખવા અને ઉછેરવાની દૈનિક જવાબદારીઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. વધુમાં, તેઓ પિતા બન્યા પછી પોતાની આદતોમાં પણ ફેરફાર કરી રહ્યા છે.
નવી પેઢીના કલાકારો હવે બાળકોને ઉછેરવાની જવાબદારી ફકત માતાની જવાબદારી માનતા નથી. આ જ કારણ છે કે, પિતા બન્યા પછી, તેઓ તેમના જીવન અને આદતોમાં પણ સકારાત્મક ફેરફારો કરી રહ્યા છે. પીઢ અભિનેતા રણવીર સિંહે જણાવ્યું છે કે પિતા બન્યા પછી તેમની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. તે હાલમાં સંપૂર્ણ સમર્પણ સાથે પિતાની ફરજો નિભાવી રહ્યો છે.દીપિકા હાજર ન હોય ત્યારે તે દુઆના ડાયપર બદલે છે. તેની સંભાળ લે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application