BREAKING NEWS

દાદાએ બદલીમાં ૫ીએમ મોદીનેે યાદ કર્યા

  • May 18, 2026 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે અધિકારીઓની મધરાતે બદલી થવી એ નવી વાત ન હતી. જે તે સમયે જગદીશન અને અલોરિયા સહિત ૭૦થી વધુ અધિકારીઓની બદલી રાત્રે ૧ વાગ્યે કરી ને રેકોર્ડ સર્યેા હતો. હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અડધી રાતે બદલીનો આકસ્મિક નિર્ણય લીધો વહીવટીતંત્રને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળની યાદ અપાવીને એક મક્કમ સંદેશ પાઠવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ મેયર અને પ્રમુખની પસંદગીની પ્રક્રિયામાં પાર્લામેન્ટરીમા વ્યસ્ત હતા, બીજી તરફ તેમણે લાંબા સમયથી પડતર બદલીની ફાઈલોને મધરાતે મંજૂરી આપી, અને આદેશો મધરાતે થયા મોટાભાગના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં હતા અને સવારે જાગ્યા ત્યારે જ તેમને પોતાની બદલીની જાણ થઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application