વાપી GIDC માંથી DRI એ 121 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું, એક આરોપી પાસેથી DRIએ 18 લાખ રોકડા પણ ઝડપ્યા

  • November 06, 2023 09:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના વાપીમાંથી DRI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વાપી GIDC માંથી DRI એ 121 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એટલુ જ નહીં એક આરોપી પાસેથી DRIએ 18 લાખ રોકડા પણ ઝડપ્યા છે.


રાજ્યમાં ડ્રગ્સની બદ્દીને લઈને રાજ્ય સરકાર કડક કાર્યવાહી હાથ ધરતી હોય છે. ત્યારે આજે ડીઆરઆઈએ વાપી જીઆઈડીસીમાં આવેલ પ્રાઈમ પોલિમર્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડીઆરઆઈએ 121 કિલોથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. આ ઉપરાંત ડીઆરઆઈએ એક આરોપીને પણ ઝડપી લીધો છે અને તેમની પાસેથી 18 લાખ પણ રોકડા ઝડપ્યા છે.


રાજ્યમાં ડ્ર્ગ્સ ઝડપાવાની ઘટનાની વાત કરીએ તો હાલમાં બે મહિનાં પહેલા જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સની કિંમતની માર્કેટ વેલ્યુંની વાત કરીએ તો અંદાજે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application