DRDO આજે બાલાસોરમાં કરશે મિસાઈલ પરીક્ષણ, ટેસ્ટ પહેલા 20 હજાર લોકોનું કરાયું સ્થળાંતર

  • July 24, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​DRDO આજે ઓડિશાના બાલાસોરમાં મિસાઈલ પરીક્ષણ કરશે


ઓડિશાના બાલાસોર જિલ્લા પ્રશાસને 10 ગામોમાંથી લગભગ 20 હજાર લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કર્યા છે. આજે ડીઆરડીઓ દ્વારા કરવામાં આવી રહેલા મિસાઇલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને આ લોકોને ખસેડવામાં આવ્યા છે.


સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર આઈટીઆર રેન્જમાં કરવામાં આવનાર છે. DRDOએ મિસાઈલ પરીક્ષણ માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ ટેસ્ટ ITR ના લોન્ચ પેડ 3 થી કરવામાં આવશે.


બીજી તરફ બાલાસોર જિલ્લા પ્રશાસને આ માટે 10 ગામોમાંથી લગભગ 20 હજાર લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કર્યા છે. પ્રશાસને લોન્ચ પેડથી 3.5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને ખાલી કરાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર આ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ લોકોને પડતી અસુવિધાને ધ્યાનમાં લઈને તેમને વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓની સમીક્ષા કરવા માટે મંગળવારે એક બેઠક બોલાવી હતી. બેઠક બાદ બુધવારે સવારે 4 વાગ્યા સુધીમાં લોકોને તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું હતું. આ લોકોને આગળના આદેશ બાદ જ તેમના ઘરે પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.


આ લોકોના રહેવા માટે હંગામી કેમ્પ બનાવવામાં આવ્યા છે. રાહત શિબિરોમાં આ લોકો માટે પીવાના પાણીથી લઈને હેલ્થ કેમ્પ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.


અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં માછીમારો અને મજૂરો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં દરેક પુખ્ત વ્યક્તિ માટે પ્રતિ દિવસનું વળતર 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સગીરો માટે 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ભોજન માટે 75 રૂપિયા અલગથી મળશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application