સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અબાલ-વૃદ્ધ સૌ સાથે મળીને પોતાનું યોગદાન આપી રહયા છે. તાજેતરમાં, જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી, જામનગરના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકાના બાળા ગામના નાના રણુજા મંદિરના આસ-પાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં સ્થાનિક આગેવાનો તેમજ મંદિરના મહંતે સેવા આપી હતી. આ ઝુંબેશ દરમિયાન એક આશ્ચર્યજનક બાબત ધ્યાનમાં આવી હતી કે, નાના રણુજા મંદિરની પરિસરમાં રહેતા એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની પથારીની આસ-પાસ ખુબ જ ગંદકી અને અસ્વચ્છતા ફેલાયેલી હતી. તેમની માનસિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાથી તે વૃદ્ધ ખુબ જ દયનીય હાલતમાં રહેતા હતા. આ વૃદ્ધનું ડી.આર.ડી.એ. કચેરીના કર્મચારીગણ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું તેમજ તેમને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સમજાવટથી તેઓ આકર્ષિત થઈને જાતે સાવરણો લઈને સ્વૈચ્છીક રીતે પોતાની પથારીની જગ્યાની અને આજુ-બાજુમાં રહેલી ગંદકીની જાતે જ સફાઈ કરવા લાગ્યા હતા. તેમજ તેની પાસે સંગ્રહ કરેલો પ્લાસ્ટિકનો કચરો, પસ્તી, કાગળીયાં તેમજ અન્ય વેસ્ટ એકત્ર કરીને કચરાની ક્લેક્શન બેગમાં આપી દીધો હતો. આ બાબત દર્શાવે છે કે, સ્વચ્છતા એ માત્ર ઉચ્ચ સમાજ કે સોસાયટીમાં વસવાટ કરતા માનવી પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ તે દરેક જીવમાત્રને પ્રિય છે. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો નારો જન-જનના હ્ર્દયમાં વસી ગયો છે, અને સૌ સાથે મળીને સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લઈ રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech