પુણેના કલ્યાણી નગરમાં 19 મેના રોજ પોર્શ કારની ટક્કરથી બે સોફ્ટવેર એન્જિનિયરોના મૃત્યુના સંબંધમાં પોલીસે 17 વર્ષીય કિશોરના માતા-પિતાને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે કિશોરના માતા-પિતાનું લોહી એકત્ર કરવાની અને લોહીના નમૂના સાથે ચેડાં કરવા માટે DNA ટેસ્ટ કરાવવાની જરૂર છે. પોલીસે પૂછપરછ માટે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે કાર ચાલક કિશોરના માતા-પિતાને 5 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની પરવાનગી આપી છે.
ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારી સુનીલ તાંબેએ કિશોરના માતા-પિતાને સ્પેશિયલ જજ એએસ વાઘમારે સમક્ષ રજૂ કર્યા હતા. ફરિયાદી મારફત બંનેને સાત દિવસના રિમાન્ડ પર લેવાની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બે ડોકટરો અને સાસૂન જનરલ હોસ્પિટલના કર્મચારીની હાજરીમાં દંપતીની પૂછપરછ કરવા માંગે છે. જેથી બ્લડ સેમ્પલ બદલાય ત્યાં સુધી તમામ વ્યવહાર જાણી શકાય.
ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ એ બે લોકોની પણ ધરપકડ કરવા માંગે છે. જેમાંથી એકે બિલ્ડર અને કિશોરના પિતા ડૉક્ટર અજય તાવરેનો ડૉક્ટર તરીકે સંપર્ક કર્યો હતો અને બીજાએ બિલ્ડરના કહેવા પર ડૉ. શ્રીહરિ હલનોરને રૂ. 3 લાખ આપ્યા હતા. તાંબેએ કહ્યું કે બંને લોકો હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જે કેસની તપાસમાં મહત્વની કડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઐતિહાસીક ચુકાદો : રૂ . ૨.૦૭ કરોડ વ્યાજ ખર્ચ સહિત ક્લેઈમ ચૂકવી આપવા કોર્ટનો હુકમ
April 30, 2025 11:46 AMનવાઝુદ્દીન સિદીકી કોસ્ટારિકામાં મગરોથી ભરેલા તળાવમાં તર્યા
April 30, 2025 11:45 AMસલમાન કરતા શાહરૂખ લાઈવ પર્ફોર્મન્સ માટે વધુ મોંઘો
April 30, 2025 11:43 AMજામનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૩ ઝબ્બે, ૩ ફરાર
April 30, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech