અગ્નિપરિક્ષારૂપ મતદાન દિવસ શાંતિપૂર્ણ રહેતા રાજકોટ પોલીસની પીઠ થાબડતા ડીજીપી

  • May 08, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતભરમાં ક્ષત્રિયોના ભાજપ વિરોધી ફેલાયેલા જુવાળનું મુખ્ય કેન્દ્ર રાજકોટ હતું. રાજકોટ લોકસભા બેઠક પર મતદાનના દિવસે કંઈક અનિચ્છનિય ન બને, બધુ શાંતિપૂર્ણ રહે તે માટે ડીજીથી લઈ સરકાર પણ ચિંતિત હતી. ગઈકાલનો અગ્નિ પરિક્ષારૂપ મતદાનનો દિવસ પણ એકદમ શંાંતિપૂર્ણ રહેતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. રાયના પોલીસ વડા વિકાસ સહાય દ્રારા રાજકોટ પોલીસની પીઠ થાબડવામાં આવી છે.

પરસોતમભાઈ રૂપાલાની વિવાદીત ટિપ્પણીને લઈને છેલ્લા ૪૫ દિવસથી રાજકોટ સહિત રાયભરમાં વિરોધ સાથે આંદોલન ચાલી રહ્યું હતું. એ સમયથી રાજકોટની બેઠક હોટ ટોપિક બની હતી. રાજકોટના રતનપરમાં જ મહાસંમેલન મળ્યું હતું. જેમાં ઉમટી પડેલી વિશાળ જનમેદનીને લઈને પણ ભારે ઉચાટ હતો જો કે મહાસંમેલન સંપૂર્ણપણે શાંતિમય રહ્યું હતું. મામલો થાળે પાડવા ભાજપના ઉચ્ચ હોદેદારોથી લઈ સરકાર પણ સતત સક્રિય હતી પરંતુ કોઈ સમાધાનકારી રસ્તો નીકળ્યો નહીં અને ક્ષત્રિયોની લડત ચાલુ રહી હતી. મતદાનના દિવસે વોટિંગ માટેની રણનીતિ સાથે લડાઈ ચાલતી હતી.

૪૦ દિવસ સુધી અલગ–અલગ કાર્યક્રમો સાથેના શાંતિભર્યા વિરોધ બાદ રખેને ચૂંટણીના દિવસે ક્ષત્રિય સમાજ દ્રારા કંઈક કરવામાં આવે અથવા તો અનય્ કોઈ તોફાનીઓ કે આવા ઈસમો દ્રારા ઉશ્કેરણી સાથે વાતાવરણ ડહોળવા કે આવી કોઈ ઘટના બને તો? આવા તમામ મુદાઓનો ધ્યાન સાથે રાજકોટ બેઠક સેન્સિટીવ ગણાઈ રહી હતી. નવા ૨૧૦ બુથ સેન્સિટીવ જાહેર કરાયા હતા. ૪૫ દિવસના શાંતિપૂર્ણ આંદોલન બાદ પોલીસ માટે પણ મતદાનનો દિવસ અગ્નિ પરિક્ષા રૂપ હતો.

રાજકોટમાં કાયદો–વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. કોઈ અનિચ્છનિય ઘટના ન ઘયે તે માટે આંદોલનના પ્રથમ દિવસથી જ પોલીસ સતત એલર્ટ રહી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા તેમના તાબાના અધિકારીઓ ટીમ દ્રારા ગોઠવાયેલો ૩૦૦૦થી વધુના પોલીસ સ્ટાફ સાથે ગઈકાલે સાંજે ચૂંટણી શાંતિમયરીતે પૂર્ણ થઈ હતી. ક્ષત્રિય આંદોલનને લઈને પોલીસ વધુ એલર્ટ અને ટેન્શનમાં પણ હતી. ચૂંટણી મતદાન શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થતાં દિવસભરમાં કયાંય કાંઈ એવી ઘટના બની નહતી જેની રાય સરકાર, ગૃહ વિભાગ દ્રારા નોંધ લેવાઈ હતી.
રાજકોટમાં અન્ય ચૂંટણીઓમાં પણ કયાંય કયારેક નાનીમોટી માથાકૂટો થઈ હોય તેવું બન્યું હતું. ગઈકાલે સાવ શાંતિ સાથે મતદાન પૂર્ણ થતાં ડીજીપી વિકાસ સહાય દ્રારા રાજકોટ પોલીસ કમિશનર ભાર્ગવને તથા તેમની પુરી ટીમને અભિનંદન આપ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application