રાજકોટની એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આ ઘટના શિક્ષણ જગતમાં ઘેરા રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાને લઈ રાજકોટ ડીઇઓ કિરીટસિંહ પરમાર એક્શનમાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, તપાસ કમિટી બનાવી નિયમ મુજબ સ્કૂલ સામે પગલા લઈશું.
અમે એસએનકે સ્કૂલ સાથે પણ ચર્ચા કરી
રાજકોટના ડીઇઓએ જણાવ્યું હતું કે, એસએનકે સ્કૂલની ધો.6ની વિદ્યાર્થિનીનો વીડિયો અમને મળ્યો છે. આ બાબતે અમે એસએનકે સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે. આમાં અમને પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ દીકરીએ વીડિયોમાં કહ્યું છે કે, ધો.11ના વિદ્યાર્થીઓ છે તેમની સાથે રોજ ઝઘડાઓ થયા કરે છે. આ અંગે એસએનકે સ્કૂલ સાથે સંપર્ક કરતા તેઓનું એવું કહેવું છે કે, સ્કૂલેથી છૂટ્યા બાદ તેમના વચ્ચે ઝઘડાઓ થતા હશે. પરંતુ શાળાએ હજી સુધી આ અંગે કોઈ વિગતો આપી નથી.
તપાસ કમિટી બનાવીશું
જોકે, આ ઘટનાને લઈ અમે ક્લાસ-2 કક્ષાના અધિકારીને સાથે રાખી એક ટીમની રચના કરીશું, તપાસ કમિટી બનાવીશું. યોગ્ય રીતે અમારી ટીમ તપાસ કરશે. જેમાં નિયમો અનુસાર શાળા વિરૂદ્ધમાં કોઈ પગલા લેવાના થશે તે પણ લેવા માટે અમે તૈયાર છીએ. હાલ તો તપાસ શરૂ કરીએ છીએ. તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વહેલામાં વહેલી તકે અમે તપાસ પૂર્ણ કરીશું. દીકરી વીડિયોમાં કહે છે કે, ધો.11ના વિદ્યાર્થીઓ અવારનવાર અમારી સાથે ઝઘડાઓ કરે છે આ અંગે અમે ઊંડાણપૂર્વકની તપાસ કરીશું. બાળકોની પૂછપરછ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો
રાજકોટની એસએનકે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સ્કૂલમાં ભણતી ધો.6ની વિદ્યાર્થીની સાથે ધો.11ના વિદ્યાર્થીઓ છેડતી કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીએ કર્યો છે. તેમજ વિદ્યાર્થિનીના માતા-પિતાને પણ ધો.11ના વિદ્યાર્થીઓ ગાળો બોલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધો. 11માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
સ્કૂવાળાને પાંચ વખત રજૂઆત કરી
વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, આ ઘટના બે મહિનાથી ચાલે છે. છતાં સ્કૂલે કોઈ એક્શન લીધા નથી. ધો. 11ના છોકરાઓ અમારા પર બુલી કરે અને રોફ જમાવે છે. જેમ ફાવે તેમ અમારા માતા-પિતાને પણ બોલે છે. આ છોકરાઓ અમને માર માર્યો છે. પૂરી હાલત ખરાબ થઈ ગઈ છે અને માથું દુખે છે. સ્કૂલવાળાને પાંચ વખત રજૂઆત કરી છતાં કોઈ એક્શન લીધા નથી એટલે અમે પોલીસ ફરિયાદ કરવા આવ્યા છીએ. અમે બસમાં એન્ટર થઈએ ત્યારે છોકરાઓ પગ વચ્ચે રાખે છે. અમારું બેગ સ્હેજ પણ અડી જાય એટલે અમારા માતા-પિતા સામી ગાળો આપે છે.
મારી મમ્મીને પણ તે છોકરાના બાપે મારી
વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે તો હદ જ થઈ ગઈ. અમે તે લોકોને પાંચવાર વોર્નિંગ આપી, અમે તેઓને કહ્યું કે, અમારી સળી કરવાની રહેવા દ્યો. છતાં એ લોકો માનતા નથી. આજે છોકરાના માતા-પિતા અને અમારા પેરેન્ટ્સ આવ્યા હતા. તેમ છતાં તેમના પેરન્ટ્સે અમને જ માર્યા હતા. વાળ પકડીને રોડ પર પછાડીને જતા રહ્યા. અમારી માંગ એટલી છે કે, અમારે એ લોકોને સસ્પેન્ડ કરાવવા છે. અમારે એ છોકરાઓ સ્કૂલમાં કે બસમાં નથી જોઈતા. મારી મમ્મીને પણ તે છોકરાના બાપે મારી છે. વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, પાંચથી છ મહિનાથી ફરિયાદ કરી છતાં કોઈએ પગલા લીધા નથી. લેડીસ ઉપર ઢોર માર મારવામાં આવ્યો છે.
ABVPએ રજૂઆત કરવા સ્કૂલે ગયું તો થયું આવું
આ ઘટનાની જાણ થતાંની સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોદ્દેદારો ગઈકાલે બપોરના સમયે એસએનકે સ્કૂલ પર પહોંચી સંસ્થામાં પ્રિન્સિપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, તેઓને સિક્યુરિટીમેન દ્વારા દરવાજા પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. આ અંગે ABVPના હોદ્દેદારોએ સંસ્થાના સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ 14 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
'છેડતીના આક્ષેપ બાબતે અમારી તપાસ ચાલુ છે'
જોકે, આ મામલે એસએનકે સ્કૂલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્કૂલમાં ધો.9ની વિદ્યાર્થિનીઓની ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે બાબતે હાલ અમારી તપાસ ચાલુ છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ બે જ દિવસમાં આવી જશે. આજે ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન એટલે કે વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યારે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ત્યાં આવ્યા હતા. જેઓને બે દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી બાહેંધરી આપી હોવા છતાં તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેટમાં ઇન્ફેકશન થયું હોય ત્યારે ખાવા-પીવાની આ બાબતોનું રાખો ધ્યાન
January 30, 2025 12:18 PMમહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળમાં પણ GBS સિન્ડ્રોમનો કહેર, ત્રણના મોત, પુણેમાં 127 પોઝિટિવ કેસ
January 30, 2025 12:11 PMપાપાનાં નકશે કદમ પર જુનૈદ, ગુપચુપ લગ્ન કરી કરી લીધા
January 30, 2025 12:09 PMઆથિયા શેટ્ટીએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
January 30, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech