ભ્રષ્ટાચારના કેસમાં ડે.ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની જામીન અરજી ફગાવાઈ

  • September 05, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવારા ટીઆરપી ગેમઝોન અિ કાંડમાં ગુનાહિત બેદરકારીના ગુનામાં પકડાયેલા મ્યુનિસિપલ કોર્પેારેશનના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમના કેસમાં પણ ધરપકડ થયા બાદ તેની જામીન અરજી એસીબી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં તા. ૨૮ ૦૫૨૦૨૪ના રોજ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્યાન ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફીસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબાની ગુનાહિત બેદરકારી અને ગેરરીતીઓ જણાઈ આવતા તેની ધરપકડ કરીને હાથ ધરાયેલી પોલીસ તપાસ દરમ્યાન તેઓ પાસેથી તેમની કાયદેસરની આવક કરતા અનેક ગણી અપ્રમાણસરની મિલ્કતો મળી આવી હતી. આ હકીકતની જાણ એ.સી.બી. પોલીસને થતા આ બંને અધિકારીઓ વિધ્ધ અપ્રમાણસર મિલ્કત ધારણ કરવા અંગેના ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમ્યાન ભીખાભાઈ ઠેબાની ૧૨ વર્ષની કુલ આવક .૧.૪૮ કરોડ હતી, પરતુ આ સમયગાળા દરમ્યાન તેઓએ . બે કરોડ છવ્વીસ લાખની મિલ્કતો પોતાના તથા પોતાના પરીવારજનોના નામે ખરીદેલી હતી. આ રીતે . ૭૮ લાખનું રોકાણ આવક કરતા વધુ પ્રમાણમાં જણાઈ આવ્યું હતું. આથી તેને વધુ એક ગુનામાં જેલવાસ થયો છે, તપાસનીશ દ્રારા ચાર્જશીટ મુકી દેવામાં આવ્યું છે, ત્યારે જેલમાં રહેલા ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઇ ઠેબા દ્રારા જામીન અરજી કરવામાં આવી હતી. તેમાં અમુક મિલ્કતો આરોપીને ૧૯૯૮ની સાલથી મળેલ હતી, તેમજ તેમના પત્નિ અને પુત્રના નામે ખરીદાયેલ મિલ્કતોને પણ તપાસનીશ અમલદારે ખોટી રીતે આરોપીની મિલ્કત ગણી ખોટું ચાર્જશીટ કરેલ છે, તે મતલબની રજૂઆતો કરવામાં આવી હતી. તેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ સરકારી અધિકારી પોતાના કે પોતાના પરીવારજનના નામે મિલ્કત ખરીદે ત્યારે આવી ખરીદી અંગે સરકારને જાણ કરવાની રહે છે. આરોપીએ આવી મિલ્કતો ખરીદાયેલ હોવા અંગે સરકારને જણાવેલ હોય તેમ આરોપીનો કોઈ બચાવ નથી. આ ઉપરાંત આરોપીના પરીવારજનો પોતાની રીતે સ્વતત્રં આવક ધરાવતા હોય તો પણ તેઓના નામે ખરીદાયેલ મિલ્કતોના અવેજની રકમ જો આરોપીએ ચુકવેલ હોય તો આવી મિલ્કત આરોપીની જ ગણવાની રહે છે. આ કિસ્સામાં આરોપીના પત્નિ અને દિકરાના નામે ખરીદાયેલ મિલ્કતની અવેજની રકમ તેઓએ પોતાની આવકમાંથી ચુકવેલ છે તેવો કોઈ બચાવ કે તેવું કોઈ સોગંદનામું પત્નિ કે પુત્રએ રજુ કરેલ નથી. આ કારણસર આ મિલ્કતો તપાસનીશ અમલદારે આરોપીની માલિકીની હોવાનું નિશ્ચિત ફોમ્ર્યુલા મુજબ ગણેલ છે તેમાં કોઈ ભુલ કે અનિયમિતતા નથી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઇ ઠેબાની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્પે. કોર્ટના જજ વી.એ.રાણાએ નામંજુર કરતો હત્પકમ કર્યેા છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application