સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારે 6:00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 84 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે, અમુકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે બનાસકાંઠા નવસારી દમણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર જુનાગઢ અને અમરેલી જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના ઊભી થઈ છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને આગામી તારીખ 30 સુધી અમુક જગ્યાએ ભારે અને બાકીની જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ સામાન્યથી વધુ પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની રહેવા માટે પણ આગાહી કરવામાં આવી છે.
ટંકારા, ગોંડલ, જૂનાગઢમાં ત્રણથી સાડા ચાર ઇંચ
છેલ્લા ચારેક દિવસથી શરૂ થયેલું ચોમાસું તબક્કાવાર આગળ વધી રહ્યું છે, આજે સવારે પૂરા થતા 24 કલાક સુધીમાં મોરબી ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ જામનગર જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી છે. તેમાં મોરબીના ટંકારા, ગીર સોમનાથના સુત્રાપાડા, કોડીનાર, જૂનાગઢ, રાજકોટના ગોંડલ, જેતપુર પંથકમાં બેથી સાડા ચાર ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે. 13 તાલુકામા વરસાદી ઝાપટા પડ્યા હતા. મોરબી જિલ્લા ઉપર ગઈકાલે હેત વરસાવ્યું હોય તેમ ટંકારામાં સાડા ચાર ઇંચ, વાંકાનેર હળવદમાં એક થી દોઢ ઇંચ માળિયામાં અડધો ઇંચ અને મોરબી શહેરમાં ઝાપટા પડ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સુત્રાપાડામાં બે થી ત્રણ, વેરાવળ પાટણમાં દોઢ ઇંચ અને તાલાલામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં અડધોથી માંડીને એક ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ જિલ્લાના ગોંડલ અને જેતપુરમાં બેથી ત્રણ ઇંચ, જામકંડોરણા ધોરાજી ઉપલેટામાં પોણો ઇંચ, કોટડા સાંગાણી અને પડધરી પંથકમાં ઝાપટા પડયા હતા.
જુનાગઢ શહેરમાં ત્રણ ઇંચ જ્યારે ગિરનાર ઉપર આધાર વરસાદ પડતા જળબંબાકાર સર્જાઈ ગયો હતો આ ઉપરાંત મેંદરડા માં પોણા બે ઇંચ માંગરોળમાં એક ઇંચ અને માળીયાહાટીના વંથલી કેશોદ માણાવદર પંથકમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.
જામનગરના કાલાવડ પંથકમાં પોણા બે ઇંચ લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ ઉપરાંત અમરેલીના કુંકાવાવ વડીયા પંથકમાં અડધો ઇંચ, બગસરા રાજુલા ધારી પંથકમાં ઝાપટા ઉપરાંત ભાવનગરના મહુવા સુરેન્દ્રનગરના ધાંગધ્રા દેવભૂમિ દ્વારકાના ભાણવડ પોરબંદર રાણાવાવ અને બોટાદના ગઢડા પંથકમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. એકંદરે 13 તાલુકામાં ઝાપટા વસ્યા હતા, જ્યારે 25 તાલુકામાં અડધાથી માંડીને સાડાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech