બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશનની અસરના ભાગપે દરિયાના સાઉથવેસ્ટ અને વેસ્ટ સેન્ટ્રલ ભાગમાં લો પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનીને આવતીકાલે રાત્રે ૩:૦૦ વાગ્યા આસપાસ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. વાવાઝોડાનું સ્વપ ધારણ કર્યા પછી તે નોર્થ ઈસ્ટ દિશામાં મુવમેન્ટ કરશે અને તારીખ ૨૬ ના બાંગ્લાદેશ મ્યાનમાર તરફ પહોંચે તેવી સંભાવના હવામાન ખાતાના જાણકારો વ્યકત કરી રહ્યા છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ વાવાઝોડાની દિશા કઈ તરફ રહેશે તે બાબતે અલગ અલગ મોડુલના આધારે અનુમાનો થઈ રહ્યા છે. મોટાભાગના અનુમાન આ વાવાઝોડું બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શકયતા દર્શાવે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે તામિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક ઓડીસા કેરલા સહિતના રાયોમાં આગામી તારીખ ૨૬ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં અત્યારે પવનની ગતિ કલાકના ૫૦ કિલોમીટર આસપાસ છે અને તે વધીને ૭૦ કિલોમીટર સુધી પહોંચે છે. બીજી બાજુ અરબી સમુદ્રમાં પણ આજે સળવળાટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ દિશામાં કેરલ નજીક દરિયાની સપાટીથી લો લેવલે સકર્યુલેશન જોવા મળ્યું છે અને વાદળોના ગજં ખડકાયા છે.
જોકે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય કે અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાય તેવી કોઈ શકયતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application11 વર્ષ બાદ ખેડૂત આઈ પોર્ટલના નવા વર્ઝનનું લોન્ચિંગ: 22 દિવસ ખુલ્લું રહેશે
April 25, 2025 10:16 AMખંભાળિયા પાસે પોરબંદર-ભાણવડ રોડ પર અકસ્માતમાં બે ના મૃત્યુ
April 25, 2025 10:14 AMજામનગર જિલ્લાના જોડિયા ગામમાં પાંચ દિવસે પાણી વિતરણ
April 25, 2025 10:10 AMનાયબ સચિવ કક્ષાના નવ અને ત્રણ મામલતદારોને સરકારે કરી બદલી
April 25, 2025 10:06 AMધર્મ પૂછીને સંહાર કરાયો, હવે હિન્દુઓએ તાકાત બતાવવી પડશે: ભાગવત
April 25, 2025 10:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech