ચક્રવાત રેમલે પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ કયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત રેમલની અસર વધુ તીવ્ર બની છે. આ દરમિયાન તેજ ગતિએ પવન પણ ફંકાઈ રહ્યો છે.અતિ ભારે પવન સાથે બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય નૌકાદળ અને ડીઆરએફની ટીમો ચક્રવાત રેમલને લઈને એલર્ટ મોડ પર છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર, આજે મધ્યરાત્રિ સુધી બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે મહત્તમ ૧૧૦ ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાશે. ચક્રવાતી તોફાન ૧૨:૦૦ ૧:૦૦ વાગ્યાની વચ્ચે બાંગ્લાદેશને પાર કરે તેવી અપેક્ષા છે, ત્યારબાદ તે નબળું પડવાની ધારણા છે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, રેમલે બાંગ્લાદેશના મોંગલા અને ખેપુપારા તટના દક્ષિણ પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળના તટને પાર કરવાનું શ કયુ છે. તેમણે કહ્યું કે વાવાઝોડું બાંગ્લાદેશના દક્ષિણ પશ્ચિમ તટીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના સાગર દ્રીપથી ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને આગામી પાંચથી સાત કલાકમાં દરિયાકાંઠાને પાર કરે તેવી શકયતા છે.
ગંભીર ચક્રવાતી તોફાને રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કયુ હતું અને અધિકારીઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળ સરકારે સુંદરબન અને સાગર દ્રીપ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ ૧.૧૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડા છે.
કોલકાતા એરપોર્ટ સત્તાવાળાઓએ ચક્રવાત 'રેમાલ'ની સંભવિત અસરને કારણે રવિવાર બપોરથી ૨૧ કલાક માટે લાઇટ ઓપરેશન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લાઈટ સહિત કુલ ૩૯૪ લાઈટોને અસર થશે.ચક્રવાતની આગાહીને કારણે, કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર રવિવાર સાંજથી ૧૨ કલાક માટે કાર્ગેા અને કન્ટેનર હેન્ડલિંગ કામગીરી સ્થગિત રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech