ચક્રવાત ફેંગલ રાત સુધીમાં પુડુચેરીઅને તમિલનાડુ પહોંચશે

  • November 29, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય હવામાંન ખાતાની આગાહી અનુસાર, બંગાળની ખાડી પર તીવ્ર બની રહેલા ચક્રવાત ફેંગલને કારણે ભારે વરસાદને કારણે શુક્રવાર અને શનિવારે પુડુચેરીમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. બીજી તરફ તમિલનાડુમાં પણ ભારે વરસાદ પડી શકે તેમ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત આગામી 48 કલાકમાં વધુ મજબૂત થવાની સંભાવના છે, જેના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે. આ ઉપરાંત વધુ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે. અહેવાલ મુજબ, ખતરાને જોતા, પુડુચેરીના ગૃહમંત્રી એ. નમસ્વયમે જાહેરાત કરી છે કે પુડુચેરી અને કરાઈકલમાં ખાનગી અને સરકારી સહાયિત સંસ્થાઓ સહિત તમામ શાળાઓ અને કોલેજો વરસાદને કારણે શુક્રવારથી બે દિવસ માટે બંધ રહેશે. ચેન્નાઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડિરેક્ટર એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ ડીપ ડિપ્રેશન હાલમાં નાગાપટ્ટિનમથી 310 કિમી દક્ષિણ-પૂર્વમાં, પુડુચેરીથી 410 કિમી દક્ષિણ-પૂર્વમાં અને ચેન્નાઈથી 480 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application