ચક્રવાત 'દાના' આજે મોડી રાતે ઓડિશાના કિનારે ટકરાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત દાના ભીતરકણિકા અને ધામરા વચ્ચે લેન્ડફોલ કરશે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 100-120 કિમી પ્રતિ કલાકની રહેશે. જગતસિંહપુર જિલ્લામાં પણ તેનો પ્રકોપ જોવા મળશે.
વિવિધ બીચ પર કલમ 144 લાગુ
કેન્દ્રપાડા રાજગનાર સહિત પારદીપ અને ચંદ્રભાગા, પુરી સમુદ્રની વચ્ચે દરિયામાં કરંટ જોવા મળ્યો. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા તરીકે વિવિધ બીચ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત પારાદીપથી ઈરાસામા સિયાલી સુધીના દરિયાકિનારા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
16 માછીમારો થયા ગુમ
ચક્રવાત દાનાના આગમન પહેલા જ બંગાળના શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં તોફાનને કારણે ત્રણ બોટ ડૂબી જતાં 16 માછીમારો ગુમ થઈ ગયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તેમને શોધી રહી છે. માછીમારોના જૂથની સાથે 10 થી 12 વર્ષની વયના ઘણા બાળકો પણ બોટમાં હતા. વહીવટીતંત્રની ચેતવણી છતાં તેઓ માછલી પકડવા નીકળ્યા હતા.
બલેશ્વરમાં વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ
બલેશ્વરમાં જિલ્લામાં આજે કુલ 108,479 લોકોને અસ્થાયી શિબિરોમાં લાવવામાં આવ્યા હતા અને તેમને મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે પોલીસ દળની કુલ 16 પ્લાટુન તૈનાત કરવામાં આવી છે અને 147 તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે 24 મોબાઈલ હેલ્થ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને 12 વેટરનરી ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
વૃક્ષો થયા ધરાશાઈ
ચક્રવાત દાના જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની તીવ્રતા પણ તે મુજબ વધી રહી છે. પવનની ઝડપ વધવાની સાથે વરસાદ પણ વધી રહ્યો છે. વધતા પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. કેન્દ્રપરા અને મહાકાલપરામાં વિવિધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
બ્રહ્માણી નદીમાં પૂર જેવી સ્થિતિ
ઓડિશામાં ભારે વરસાદને કારણે બ્રહ્માણી નદીમાં પાણી ની આવક વધતા જળસપાટીમાં વધારો થયો છે અને બ્રહ્માણી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
ફ્લાઇટ્સ અને ટ્રેન રદ્દ
ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી 16 કલાક લગભગ 300 ફ્લાઇટ્સ કેન્સલ રહેશે. આ ઉપરાંત અહીં સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેન, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેન, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેન અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ 14 ટ્રેન કેન્સલ કરી છે. કુલ 552 ટ્રેન રદ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech