સ્ટોક માર્કેટનું શિક્ષણ આપવા વર્તમાન બજાર ભાવનો ઉપયોગ કરી શકાશે નહીં: સેબી

  • January 30, 2025 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેરબજાર નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના નવા આદેશથી નિયમનકાર સાથે નોંધાયેલા ન હોય તેવા ફિનફ્લુઅન્સર્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સેબીએ તેના આદેશમાં કહ્યું છે કે શેરબજાર શિક્ષણ સાથે સંકળાયેલા લોકો હવે લાઈવ એટલે કે વર્તમાન બજાર ભાવનો ઉપયોગ કરી શકશે નહીં. લોકોને શિક્ષિત કરવા માટે તેમણે ત્રણ મહિના જૂના ભાવનું ઉદાહરણ લેવું પડશે.
ગઈકાલે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં સેબીએ એફએક્યુ જારી કયર્િ છે. આમાં, શિક્ષણ અને સલાહ અથવા ભલામણ વચ્ચેના તફાવત અંગેના પ્રશ્ન પર સેબીએ કહ્યું કે જે વ્યક્તિ ફક્ત શિક્ષણમાં સામેલ છે તે બંને પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકતો નથી. આવી વ્યક્તિને વાતચીત અથવા ભાષણ, વિડીયો, ટીકર, સ્ક્રીનશોટ વગેરે દરમિયાન શેરના ભાવિ ભાવની સલાહ આપવા અથવા ભલામણ કરવા માટે સિક્યોરિટીઝના કોઈપણ કોડ નામ એટલે કે શેરનો ઉપયોગ કરવા સહિત કોઈપણ શેર વિષે બોલવા, વાતચીત કરવા અથવા પ્રદર્શિત કરવા છેલ્લા ત્રણ મહિનાના ભાવ ડેટાનો ઉપયોગ ન કરવો જોઈએ.
ઘણા એવા ફિનફ્લુએન્સર્સ છે જેઓ નોંધાયેલા નથી અને શેરબજાર શિક્ષણના નામે શેર ખરીદવા અથવા વેચવાની સલાહ આપતા રહે છે. સેબીના આ પગલાથી શેરબજાર શિક્ષણના નામે શેર ખરીદવા અને વેચવાની સલાહ આપવા પર રોક લાગશે. સેબીના આ પગલા પછી ફિનફ્લુએન્સર્સના ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો થઈ શકે છે. સેબીએ કહ્યું કે રોકાણકારોના શિક્ષણ પર પ્રતિબંધ નથી પરંતુ આ ફક્ત તે લોકો દ્વારા જ થવું જોઈએ જે નિયમનકાર દ્વારા નિયંત્રિત હોય.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application