ઓમકારેશ્ર્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ક્રુઝ સર્વિસનો કરાશે પ્રારંભ

  • December 03, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં પ્રવાસનને વેગ આપવા તેમજ સરળ તથા સુગમ પરિવહન માટે કેન્દ્ર સરકારે નદીઓને સાંકળતા વોટર વે બનાવવાની કામગીરી હાથ પર લીધી છે. એમાં વિશ્વની સૌથી ઐંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રસિદ્ધ યોતિલિગ ઓમકારેશ્વર સાથે વોટર વેથી સાંકળી લેવા અને બન્ને વચ્ચે ૧૨૦ કિમીની ક્રૂઝ સેવા શ કરવાની દિશામાં પ્રયાસો શ થયા છે. આ માટે કેન્દ્ર સરકારે .૧.૧૬ કરોડની પ્રાથમિક પે ફાળવણી કરી છે રાજકોટના સાંસદ પુષોત્તમ પાલાના પ્રશ્નના ઉત્તરમાં પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રીએ વિગતો આપતાં જણાવ્યું છે કે, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સરદાર સરોવર નર્મદા નિગમ તથા મધ્યપ્રદેશ સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર કરી નર્મદા નદીમાં (નેશનલ વોટર વે ૭૩) ક્રૂઝ સેવા શ કરવાની કામગીરી શ કરી છે.
આ માટે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એક એક જેટી ઓથોરિટી દ્રારા ફાળવવામાં આવી છે. આ કામ માટે હાલ પ્રાથમિક રીતે .૧.૧૬ કરોડની રકમ ફાળવી દેવામાં આવી છે યારે ૨૦૨૫–૨૬માં ક્રૂઝ સેવા શ ક૨વા માટે જરી માળખાકીય સુવિધા હેતુથી .૪૫.૪૧ કરોડ ખર્ચાશે યારે જમીન સંપાદિત કરી ટર્મિનલ બનાવવા, સહેલાણીઓને ક્રૂઝ સુધી લઇ જવા લાવવા માટેની સુવિધા માટે .૧૦.૦૨ કરોડ, હાઇડ્રોગ્રાફિક સર્વે માટે .૫૫ લાખ, કાર્ગેા પ્રમોશન માટે રકમ ફાળવવામાં આવી છે.
અહીં નોંધવું જરી છે કે, ગત એપ્રિલ, ૨૦૨૪માં ઇનલેન્ડ વોટર વેઝ ઓથોરિટી દ્રારા થયેલા કરાર મુજબ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ યોર્તિલિંગ ઓમકારેશ્વરથી વિશ્વની સૌથી ઐંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે નર્મદા નદીમાં ૧૨૦ કિમી અંતરમાં ક્રૂઝ સેવા શ થશે. આ સેવા શ કરવા માટે મધ્યપ્રદેશ દ્રારા કલકત્તાથી લોટિંગ જેટી મેળવવામાં આવી છે. જોકે, હજુ મધ્યપ્રદેશ સરકાર દ્રારા એવી યોજના તૈયા૨ થઇ છે, જેમાં કુકશીથી સહેલાણીઓને જમીન માર્ગે ઓમકારેશ્વર ખાતેના સ્ટેચ્યૂ ઓફ વનનેસ લઇ જવાશે. આ ઉપરાંત ત્યાંથી મહેશ્વર, મંડલેશ્વર, માંડુ પણ જઇ શકાય એવી રીતે જેટી ઊભી કરવા પણ આયોજન કરાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application