શીલ ગામે ચીભડીયા લોકમેળામાં જનમેદની ઉમટી

  • September 03, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના દરિયાઇપટ્ટી પરના શીલ ગામે ચીભડીયા મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિશાળ સંખ્યામાં ગામેગામથી લોકો ઉમટી પડયા હતા.
પોરબંદર-સોમનાથ દરિયાઇપટ્ટી ઉપર શીલ ગામે વર્ષોથી યોજાતો પરંપરાગત એકદિવસીય ચીભળીયો લોકમેળો અમાસને સોમવારે દરિયાકિનારે શીલ ગ્રામ પંચાયતના નેજા હેઠળ ઉત્સાહભેર યોજ્યો હતો જેમાં આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.
માંગરોળ તાલુકાના શીલ ગામે ભાદરવી અમાસને દિવસે શીલથી ત્રણ કિલો મીટર દૂર આવેલ અરબી સમુદ્ર અને નેત્રવતી નદીના સંગમ સ્થળે દરિયાકિનારે શ્રી સ્વામિનારાયણ નીલકંઠવર્ણી મંદિરના વિશાળ મેદાનમાં સ્વયંભુ રંગારંગ ભાતીગળ લોકમેળો યોજાયો હતો. આ પંથકમાં તત્કાલીન સમયમાં ચીભડાનું ઉત્પાદન ખૂબ થતુ હતુ આથી આ લોકમેળામાં ચીમડાનો વેપાર ખૂબ થતો, તેથી આ પંથકમાં ‘ચીભળીયો લેકમેળો’ તરીકે પ્રખ્યાત છે.  
આ ચીભળીયો લોકમેળા સાથે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણીનો એક પ્રસંગ જોડાયેલો છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી બાળવયે ગુ‚ની શોધમાં અયોધ્યાના છપૈયાથી દરિયાકિનારે શીલ ગામ નજીકના લોએજ ગામે પધાર્યા હતા ત્યારે ભાદરવી અમાસ હતી. તે દિવસે આ શીલ ગામના ચીભળીયા લોકમેળામાં નીલકંઠવર્ણી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા. ત્યારે શીલગામના ઘેડીયા કોળી જ્ઞાતિના  દેવાભગતની વાડીમાં ચીભડા જોઇને ખૂબજ રાજીપો વ્યકત કર્યો હતો અને દેવા ભગતને ભગવાન નીલકંઠવર્ણીએ કહ્યું કે, ‘મને પ્રસાદી માટે થોડા ચીભડાં આપો’ ત્યારે દેવા ભગતે પરીક્ષા કરવા કહ્યું કે આ ચોફાર (કપડાનો મોટો ટુકડો)માં ભરાય એટલા ચીભડા ઉપાડીને લઇ જાઓ ત્યારે ભગવાન નાની બાળવયે નીલકંઠવર્ણી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે, ‘તમારે જેટલા ચીભડાં ભરવા હોય એટલા આ ચોફારમાં ભરી આપો.’ દેવા ભગતે એક ગાડુ ચીભડાં આ ચોફારમાં ભરી દીધા હવે તમે જાતે ઉપાડીને લઇ જાઓ તો ખરા ! ત્યારે નીલકંઠવર્ણી ભગવાન સ્વામિનારાયણે ચીભડાનો મોટો ગાંસડો માથે ઉપાડી શીલ ગામથી ત્રણ કિલોમીટર લોએજ ગામે લઇ ગયા.આ ચીભડાંના ભારાના પ્રસંગનું ચિત્ર સ્વ‚પે ગાંધીનગરના અક્ષરધામ અને લોએજના ભગવાન નીલકંઠવર્ણીના પ્રદર્શન‚મમાં મુકવામાં આવેલ છે. શીલગામેથી દેવાભગતની વાડીમાંથી લોએજ ગામે ભગવાન ચીભડાં લઇ ગયા. હાલમાં પણ ભગવાન નીલકંઠવર્ણીએ સ્નાન કર્યુ એ દેવા ભગવની વાડીમાં આવેલ વાવ‘કામળિયા વાવ’ તરીકે પ્રખ્યાત છે. આ પ્રસંગ ચીભડીયા લોકમેળા સાથે જોડાયેલો છે તેની સ્મૃતિમાં  તાત્કાલિન સમયના લોએજના કોઠારી સ્વામી અને હાલ પોરબંદરના શાસ્ત્રી  સ્વામી પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજીએ એક નાનું શ્રી નીલકંઠવર્ણી ભગવાનના મંદિરનું નિર્માણ કરેલ છે. શીલ ગામના સેવાકર્મી યુવા સરપંચ જયેશભાઇ ચુડાસમાના નેતૃત્વમાં માનવંતા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ શીલના મંદિર ખાતે લોએજ મંદિરના સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી પૂજ્ય મુકત સ્વ‚પદાસજી સહિતના સંતોના આશીર્વાદ સાથે આ ચીભડીયા લોકમેળાનો શુભારંભ થયો હતો. પુરાણ પ્રસિધ્ધ નીલકંઠવર્ણી ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ તાજી કરાવતો પ્રતિ વર્ષ  ભાદરવી અમાસે યોજાતો પરંપરાગત સ્વયંભુ લોકમેળો સમગ્ર પંથકમાં આગવુ અને અને‚ સ્થાન આકર્ષણ ધરાવે છે. આ ભાતીગળ ચીભળડીયા લોકમેળામાં  ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો સમન્વયની અનેરી ઝલક જોવા મળે છે. 
આ પવિત્ર દિવસે લોકો સમુદ્રમાં સ્નાન કરી રક્ષાબંધનના દિવસે બહેને બાંધેલી રાખડી (રક્ષા)ને ઋષિકુમારના હસ્તે વૈદિક મંત્રોચ્ચારની વિધિ સાથે દરિયાદેવને અર્પણ કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ ચીમડીયા લોકમેળાનું આ પંથકમાં અદકેરુ મૂલ્ય રહેલુ છે. આ લોકમેળામાં અવનવા ખાણીપીણીના સ્ટોલ અવનવા રમકડાં, ગૃહ સુશોભનની સામગ્રી, અવનવી ચીજવસ્તુઓની લોકો ખરીદી કરે છે. ખાસ કરીને સમુદ્રમાં સ્નાન કરીને ભગવાનની પ્રસાદી તરીકે ચીભડા ખરીદવાની પરંપરા આજે પણ જળવાઇ રહી છે. આહિર, રબારી, કોળી, કણબી સહિતની કોમોમાં આ લોકમેળાનું વિશિષ્ટ સ્થાન રહ્યુ છે. અગાઉના સમયમાં અશ્ર્વ હરિફાઇ, બળદગાડાની હરિફાઇ, યોજાતી હતી જે પ્રથા  લુપ્ત થઇ છે. સમયના બદલાવ સાથે આ લોકમેળામાં હવે પરિવર્તન આવી ગયુ છે. અગાઉના સમયમાં યુવાનો કેડીયુ, ચોરણી માથે ફેંટો, પગમાં મોજડી અને પાવો વગાડતા  મહાલતા હતા. તો યુવતીઓ કાજલ ઘેરી આંખો, નાકમાં નથડી અને લાલ પીળી ચુંદડી સાથે મેળો માણતી હતી અને સુખડી, ગાંઠીયા, થેપલા, પુરી, વાનવા લોકો ભાથા ‚પે સાથે લાવતા હતા. ભૂતકાળમાં આ મેળામાં જુગારની પાટો પણ નખાતી એ વખતે પાટલા મૂકી જુગાર રમાતો. એ જમાનામાં પાઘડી ટોપી, પહેરવાનો રિવાજ હતો એટલે આવા જુગાર રમનારાઓ પોતાની ટોપીમાં માથા નીચે ‚પિયા રાખતા હોવાનું કહેવાય છે. 
મેળો એ જ છે પણ મેળાની લોક ભુસાતી  જાય છે. આ મેળામાં ગામઠી સંસ્કૃતિના દર્શન કરાવતો મેળો છે. જે હવે શહરીકરણ મેળો બની ગયો છે. સમયના બદલાવ સાથે આ મેળામાં પહેરવેશ બદલાયા છે. વિચારો બદલાયા છે, આચારો બદલાયા છે. ભૂતકાળમાં મેળાનું બંધારણ સ્વયં રહેતુ. મેળે મેળે યોજાય તે મેળો. લોકો પોતાની મસ્તી મોજ સાથે મેળાની મોજ માણતા અને આનંદ કરતા. ખેતરોમાં કાળી મજૂરી કરી હોય જેઠ મહિનામાં વાવણી કરી હોય. અષાઢ બરાબર  વરસ્યો હોય, શ્રાવણની સરવાણીમાં ભીંજાયા હોય અને એ પછી કંઇક નિરાંત, ફૂરસદ, કંઇક આનંદ મેળવવાનો, જાણવાનો, માણવાનો મહાલવાનો જો પ્રસંગ હોય તો આ મેળામાં મળે છે. પહેલા મેરેજબ્યુરો ન હતા. કોર્ટ કચેરીના આટલા ચલણ ન હતા. સંદેશા વ્યવહારના સાધનો ન હતા ત્યારે આ લોકમેળામાં સગપણ, વેવિશાળ તથા આખા વર્ષ ના મહત્વના સામાજિક બનાવોની વાતો આ મેળામાં થતી. ‘જો આ મેળાનું અસલીપણુ ન આપી શકીએ તો કંઇ નહી પણ આ મેળાનું શહેરીકરણ ઘટાડવામાં આવે અને આપણી સંસ્કૃતિની પરંપરાને જ આ મેળાનું મહાત્મ્ય જળવાશે, નહીતર આપણી મહામુલી અમર સંસ્કૃતિથી આપણી ભાવિ પેઢી અજાણ રહેશે. આ લોકમેળાનું પરાપૂર્વથી યોજાતા આ સ્વયંભૂ લોકમેળામાં શીલ ગ્રામ પંાયત દ્વારા આરોગ્યની ટીમ સાથે સુંદર સુવિધા તેમજ આ લોકમેળામાં માંગરોળ મરીનના પી.આઇ. અમિતભાઇ જાદવ, શીલ પોલીસ સ્ટેશનના પી.એસ.આ. ચુડાસમા અને મરીન પોલીસ સ્ટેશન, હોમગાર્ડ જી.આર.ડી.સ્ટાફ અને ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગામના સ્વયંસેવકો દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત જાળવવામાં ાવેલ હતો. શીલ સાથે સમુદ્રમાં લોકો પવિત્ર સ્નાન કરીને લોકમેળાના શીલ મુકામે આવેલ આ પંથકના લોકોના આસ્થાનું પ્રતીક ‘ગંગાકુંડ’ના દર્શન કરે છે. એક લોકવાયકા છે કે આ ગંગાકુંડમાં જ્યારે શ્રીકૃષ્ણ માધવપુરથી ભગવાન ભાલકા તીર્થ નિજધામ પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ ખાતે પ્રસ્થાન કર્યુ ત્યારે શીલ ગામે આ ગંગાકુંડમાં ગંગા પ્રગટ થઇ હતી તેમાં શ્રીકૃષ્પણએ સ્નાન  કયુૃ હતુ. આથી આ લોકમેળામાં ગંગાકુંડનું દર્શન કરી લોકમેળાનું સમાપન થાય છે. તેમ પોરબંદરની ડો.વી.આર. ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. ઇશ્ર્વરલાલ ભરડાએ એક મુલાકાતમાં જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application