12-લોકસભા ઉમેદવાર હાલારના દીકરી પૂનમબેન માડમને મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન: જનમેદની જોતા ‘અબકીબાર 400 કે પાર’ સાર્થક થવા જઈ રહ્યાની પ્રતીતિ થઇ: મહિલાઓએ ઉમકળાભેર આવકાર આપ્યો: ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂનમબેન માડમ માટે બિછાવાઇ રહી છે લાલ જાજમ
દેશ આખામાં ફરી એક જુવાળ છે કે, વધુ એક વખત વિકાસપુષ નરેન્દ્રભાઇ મોદીને દેશનું સિંહાસન સોંપવું, ગુજરાતમાં પણ આ જ ટ્રેન્ડ છે અને સ્વાભાવિક રીતે જામનગરમાં પણ ભાજપના સાંસદ પૂનમબેન માડમ હેટ્રીક નોંધાવશે, એક તરફ કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની હેટ્રીક થશે, તો બીજી તરફ અહીં પૂનમબેન માડમની હેટ્રીક થશે, એવો વિશ્ર્વાસ ભાજપમાં દેખાય રહ્યો છે, સિક્કા ખાતે યોજાયેલી સભામાં પણ પૂનમબેન માડમે નરેન્દ્રભાઇ મોદીને જ ફરી એક વખત દેશનું સુકાન સોંપવા અને વડાપ્રધાન બનાવવા માટે જંગી પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં જ્યાં પૂનમબેન જઇ રહ્યા છે ત્યાં ત્યાં ગ્રામ્ય જનતા તરફથી એમને ખૂબ જ આવકાર મળી રહ્યો છે, ખાસ કરીને કુલ મતદાનના પ0 ટકા હિસ્સો ધરાવતી મહિલાઓમાં એમના તરફનો જુવાળ સ્પષ્ટ જોઇ શકાય છે, એ બાબત પરિણામનો સંકેત આપનારી બની રહે છે.
12-જામનગર લોકસભામાં સમાવિષ્ઠ સિક્કા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમે નાગરિકો સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સંવાદ કરેલ. આગામી લોકસભા ચૂંટણીમાં શત પ્રતિશત મતદાન કરી મોદી સાહેબને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી, જનસભામાં સ્થાનિકો દ્વારા શ્રી પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
આ જનસભામાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, 12 લોકસભા (જામનગર - દ્વારકા) સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, લોકસભા ઇન્ચાર્જ ડો. વિનોદભાઈ ભડેરી, નિલેશભાઈ ઉદાણી, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, રણમલભાઈ કાંબલીયા (સિક્કા પ્રભારી), કુમારપલસિંહ રાણા, દેવુભાઇ ગઢવી (પ્રમુખ સિક્કા શહેર ભાજપ), પ્રકાશ વ્યાસ (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), પ્રદીપસિંહ જાડેજા (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), રાજીબેન બચુભાઈ પરમાર (પ્રમુખ સિક્કા નગરપાલિકા), શિવપુરી ગોસ્વામી (ઉપપ્રમુખ સિક્કા નગરપાલિકા), જુસબભાઈ બરોયા (ચેરમેન સિક્કા નગરપાલિકા), ડાડાભાઈ અલવાણી (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), જુમાભાઇ હુંદડા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), હવાબેન ચમડિયા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), લાલજીભાઈ વ્યાસ (પૂર્વ પ્રમુખ સિક્કા શહેર ભાજપ) સહીત કાર્યકતર્ઓિ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, સમર્થકો, સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech