પોરબંદરમાં છ દિવસ પહેલા થયેલા મારામારીના બનાવમાં પોરબંદરના યુવાને જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે એ યુવાન સામે ક્રોસ ફરિયાદ દાખલ થઇ છે.
મૂળ પોરબંદરના વીરડીપ્લોટના ખાડી વિસ્તારમાં તથા હાલ જામનગરના એરફોર્સ એક ખાતે રહેતા ચીમન મનસુખ પરમાર દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે તે જામનગરના કારખાનામાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તા. ૩૦-૪ના ચીમન અને તેનો નાનો ભાઇ વિશાલ બંને બાઇકમાં પોરબંદરના વીરડીપ્લોટ ખાતે તેમના સૂરાપુરાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત જતા હતા ત્યારે તેમનો સંબંધી ભાવેશ નરેશ પરમાર કે જેને ખબર પડી કે ફરિયાદી સુરાપુરાના દર્શને આવ્યા છે તેથી લોખંડનો પાઇપ લઇને બાઇક આડે ઉભો રહી ગયો હતો અને ‘તમે બંને હમણાં બહુ ફાટયા છો, અમને પૂછયા વગર બધા કામ કરો છો. પોરબંદરની જેટીમાં ડમ્ફરનો કોન્ટ્રાકટ મને પૂછયા વગર કેમ રાખ્યો?’ કહી ગાળો બોલવા લાગ્યો હતો.
એ દરમ્યાન ભાવેશ બંને ભાઇઓને માર મારવા લાગ્યો હતો અને ભાવેશનો મિત્ર દિનેશ ખીમજી વિંઝુડા પણ દોડીને આવ્યો હતો અને તે પણ માર મારવા લાગ્યો હતો. એ દરમ્યાન પ્રતીક ઉર્ફે રોક નામનો યુવાન ત્યાંથી નીકળતા બંને પક્ષને વચ્ચે પડી છોડાવ્યા હતા. ત્યારબાદ ભાવેશ અને દિનેશ વિંઝુડાએ ગાળો દઇને ‘આજે તો રોક વચ્ચે પડયો એટલે બચી ગયા છો. બીજી વખત મળશો તો મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. બંને ભાઇઓ ગભરાઇ ગયા હતા અને ફરિયાદીને માથામાં લોહી નીકળતુ હોવાથી માલ બાંધી ત્યાંથી નીકળી ગયા હતા અને મમ્મી-પપ્પાને ફોન કરતા તેઓએ ‘તમે બંને ભાઇઓ જામનગર આવી જાવ, અહીંયાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ લેશુ’ તેમ કહેતા બંને ભાઇઓ જામનગર ગયા હતા અને જી.જી. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ફરિયાદી ચીમન મનસુખભાઇ પરમારને વધુ ઇજા થઇ હોવાથી દાખલ કર્યો હતો અને વિશાલને વધુ ઇજા નહી હોવાથી તેણે ઘરગથ્થુ સારવાર કરી હતી. અને હોસ્પિટલેથી રજા આપતા એવુ જાણવા મળ્યુ કે બંને ભાઇઓ વિધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેથી અંતે ચીમને પણ સામે ક્રોસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આગળની તપાસ કીર્તિમંદિર પોલીસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech