રાજસ્થાન પાસે પાક. સૈન્યનો યુદ્ધ અભ્યાસ

  • March 11, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાની સેના ભારતીય સરહદ નજીક એક મોટી યુદ્ધ કવાયત કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય રાત્રિ દરમિયાન દુશ્મનોના હુમલાઓ સામે જવાબી કાર્યવાહી હાથ ધરવાનો છે. આ કવાયતમાં પાકિસ્તાની વાયુસેનાએ હવાઈ સહયોગ આપ્યો છે. આને ભારતની પોખરણ કવાયતનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

આ દિવસોમાં પાકિસ્તાની સેના રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારમાં મોટા પાયે યુદ્ધાભ્યાસ કરી રહી છે. ૯ માર્ચે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે આ કવાયતનું ઉધ્ઘાટન કયુ હતું. પાકિસ્તાની સેનાની આ કવાયતને શમશીર–એ–સહરા નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાની પંજાબ પ્રાંતમાં રહીમ યાર ખાન પાસે આયોજિત આ કવાયતમાં પાકિસ્તાની સેનાની ઘણી બ્રિગેડ ભાગ લઈ રહી છે.આ દરમિયાન દુશ્મનોના હત્પમલા દરમિયાન કાઉન્ટર એકશન અને રાત્રે ટેન્ક સાથે યુદ્ધની પ્રેકિટસ કરવામાં આવી રહી છે. તેને રાજસ્થાનના પોકરણમાં ભારતીય સેનાની કવાયતના જવાબ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, શમશીર–એ–સહરા કવાયત આધુનિક યુદ્ધને ધ્યાનમાં રાખીને જરી વ્યાવસાયિક કૌશલ્યો અને યુદ્ધક્ષેત્રની રણનીતિને વધારવા માટે બનાવવામાં આવી છે.આમાં, આર્મર્ડ, ઇન્ફન્ટ્રી, મિકેનાઇડ ઇન્ફન્ટ્રી, આર્ટિલરી, એર ડિફેન્સ અને એન્ટિ–ટેન્ક ગાઇડેડ મિસાઇલ યુનિટસ સહિત અનેક વિભાગોના સૈનિકોને એક પ્લેટફોર્મ પર લાવીને ફાયરિંગ અને કોમ્બેટ કૌશલ્યમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાનો ઉદ્દેશ્ય આ કવાયત દ્રારા એક સંકલિત દળ વિકસાવવાનો છે, જેમાં તમામ એકમો સાથે મળીને કામ કરે.


પાકિસ્તાની વાયુસેના પણ જોડાઈ
આ કવાયતમાં પાકિસ્તાની વાયુસેનાએ પણ ભાગ લીધો છે. કવાયત દરમિયાન, પાકિસ્તાની વાયુસેનાએ સૈનિકોને હવાઈ સહાય પૂરી પાડવા, એરડ્રોપિંગ, લોજિસ્ટિકસ અને હથિયારોની સપ્લાય જાળવવા અને દુશ્મનોની શોધખોળ જેવા કાર્યેા કર્યા. પાકિસ્તાની વાયુસેનાએ દાવો કર્યેા હતો કે તે જમીન દળોની સાથે દુશ્મનો સામે અસરકારક અને તાત્કાલિક પ્રતિરોધક પ્રદાન કરવા અને પાકિસ્તાનના આકાશની સુરક્ષા માટે હંમેશા તૈયાર છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application