એટલાન્ટિસ અગ્નિકાંડમાં એસોસિએશના સભ્યો સામે ટૂંક સમયમાં ગુનો નોંધાશે, ભીષણ આગમાં ત્રણ જીવતા ભુંજાયા હતા

  • March 22, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર બિગ બજાર સામે આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધુળેટીના દિવસે બનેલી આગની ઘટનામાં બે ડીલીવરી બોય સહિત ત્રણના મોત થયા હતા. આ ઘટનાને લઇ પોલીસે કોર્પેારેશન પાસે કેટલીક મહત્વની માહિતીઓ માંગી હતી. જે માહિતી મળ્યા બાદ ઘટનામાં એટલાન્ટિસ બિલ્ડિંગના એસોસિએશન જવાબદાર હોવાનું સામે આવ્યું છે. એસોસિએશનના કયાં સભ્યની કેટલી જવાબદારી તે નક્કી થયા બાદ ટૂંક સમયમાં જ આ મામલે જવાબદારો સામે ગુનો નોંધાશે.


ગત તા. ૧૪ ને ધુળેટીના દિવસે એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા મળે આગ ભભૂકી ઊઠી હતી. અિ કાનની આ ઘટનામાં સ્વીગીના ડિલિવરી બોય અજય ખીમજીભાઇ મકવાણા તથા બ્લિંકિટના ડિલિવરી મેન કલ્પેશ પીઠાભાઈ લેવા તેના ભત્રીજા મયુર વિનુભાઈ લેવાનું દાઝી જવાથી મોત થયું હતું.


આગની આ ઘટના બાદ પ્રાથમિક તપાસમાં આ લેટમાં ફાયરના સાધનો વકિગ કન્ડિશનમાં ન હોવાનું તેમજ બિલ્ડીંગમાં ફાયર એનઓસી રીન્યુ જ થયું હોવાનું સામે આવ્યું હતું. આગની આ ઘટના અંગે જે તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને બાદમાં આ મામલે માલવીયાનગર પોલીસે તપાસ શ કરી હતી. જે તપાસના ભાગપે પોલીસે કોર્પેારેશન અને પીજીવીસીએલ પાસે કેટલીક મહત્વની માહિતીઓ માંગવામાં આવી હતી.


દરમિયાન મહાનગરપાલિકાના ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગ પાસેથી માંગેલી માહિતી પોલીસને મળી છે જેમાં બિલ્ડીંગનો વહીવટ બિલ્ડરે એસોસિએશનને સોંપી દીધો હતો. જેથી બેદરકારી માટે માત્ર ને માત્ર એસોસિએશન જવાબદાર હોવાનું સામે આવ્યું છે. એસોસિએશનમાં પ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારોની શું ભૂમિકા હતી? તે અંગે એસોસિયેશનના બંધારણના કાગળો મંગાવવામાં આવ્યા છે. જેની ચકાસણી થયા બાદ પોલીસ દ્રારા આ મામલે જવાબદારો સામે ગુનો નોંધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application