સરદાર ચોક પાસે વિરાણી રેસિડેન્સીમાં યુવકના આપઘાત પ્રકરણમાં ગુનો નોંધાયો છે. મૃતકના મકાનમાં જ ભાડેથી રહેતાં માતા–પુત્રએ શેરબજારમાં ઐંચા વળતરની લાલચ આપી ૧ કરોડ પડાવી લીધા પરત ન આપતા આર્થિક સંકડામણમાં ફસાઇ યુવાને આપઘાત કરી લીધો હતો. પોલીસે માતા– પુત્ર સામે ગુનો નોંધી પુત્રની ધરપકડ કરી હતી.
રાજકોટમાં સરદાર ચોક રોલેક્ષ રોડ પર વિરાણી રેસિડેન્સીમાં રહેતાં ધર્મેશભાઈ વલ્લભભાઈ બારસીયા (ઉ.વ.૩૩) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યસ ધી લુણાગરિયા અને યોત્સના ધી લુણાગરીયા (રહે.બંને કોટડાસાંગાણી) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રાઈવેટ નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. નાનો એક ભાઈ હિતેષ (ઉ.વ.૩૦) છે, તેના પણ લ થઇ ગયેલ છે. બન્ને ભાઇઓ સંયુકત કુટુંબમાં રહે છે. તેમના માતા મનિષાબેનની માલિકીવાળુ ત્રણ માળનુ મકાન છે, જેમાથી નીચેનો માળ ભાડે રહેવા માટે છેલ્લા બે વર્ષથી યશ લુણાગરીયા તથા તેમના માતા જોશનાબેનને આપેલ છે. ઉપરના માળે ફરીયાદીના માતા–પીતા ગામડેથી આવે ત્યારે રહે છે અને તેનાથી ઉપરના માળે બે બેડમ હોય જેમા બન્ને ભાઈઓ રહે છે.
ગઇ તા.૦૯૦૬ ના સવારના હિતેષે ઝેરી દવા પી લેતા નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ ત્યારે ભાઈ હિતેશને કહેલ કે, શા માટે આવુ પગલું ભયુ? તો ત્યારે ભાઈએ ઓકસીજન માસ્ક કાઢીને મને કહેલ કે, આપણા નીચે ભાડે રહેતા યશ અને તેના મમ્મીના ત્રાસથી મે આ પગલુ ભયુ છે, તેમ કહી ભાઈ બેભાન થઈ ગયો હતો.બાદમાં ગઇ તા. ૧૪ ના સારવાર દરમિયાન યુવાને દમ તોડી દીધો હતો.
યશ લુણાગરીયા સાથે નાના ભાઈ હિતેષને સા બનતુ હોય દોઢેક વર્ષ પેહલા યશ તથા તેના માતા જોસનાબેનએ ભાઈને જણાવેલ કે, તમારે કેનેડાની શેર બજારમાં તેમજ ક્રિપટોમા રોકાણ કરવુ હોય તો તેમા સા વળતર મળે છે, તો તમે અમને પીયા આપો હત્પં તેમાં રોકાણ કરીને તમને સા વળત૨ અપાવીશ.
જેથી હિતેષે પ્રથમ વખત આ યશને તે સમયે રોકડા . ૧ લાખ આપેલ અને આ વાતની જાણ થતા ભાઈને આવી રીતે રોકાણ કરવાની ના પાડેલ અને આ યશ પાસેથી . ૧ લાખ પરત લીધેલ હતા. બાદ જાણ બહાર આ બનાવના એક મહીના બાદ ફરીવાર આ લોકોએ ભાઈને સમજાવી ઉંચા વળતરની લાલચ આપી તેની પાસેથી આશરે .૬૦ લાખ લીધેલ હતા અને આટલા પીયા નાના ભાઈએ તેની પાસે રહેલ આશરે ૧૬૩ ગ્રામ સોનુ અલગ અલગ જગ્યાએ જેમાં મહાકાળી ફાઈનાન્સ, કેપ્રી ફાઇનાન્સ તેમજ અન્ય લોકો પાસે ગીરવે મુકી તેમજ ઉછીના લઈ તેઓને આપ્યા હતા.
ઉપરાંત ફરિયાદીના ભાઇના પત્ની મોસમીબેનએ ભાઇ ગુજરી ગયા પછી વાત કરેલ કે, વળતર માટે બીજા પીયાની જર પડશે તેમ સમજાવીને આશરે ૪૦ લાખ તેની પાસેથી લીધા છે. કુલ આશરે . ૧ કરોડ મેળવી લઇ જેનુ વળતર રોકાણના સમય પછીથી માગવાનુ શ કરતા તેઓએ પીયા હમણા ડબલ થઇ જશે તેવુ કહી પૈસા લીધા બાદ વારંવાર માંગવા છતા પૈસા પરત ન આપતા યુવાને આપઘાત કરી લીધો હતો. આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રને સકંજામાં તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application