શહેરના રૂવાપરી રોડ પર રહેના મહાકાળી વસાહતમાં ચાર દિવસ પૂર્વે બે મહિલા સહિત છ શખ્સોએ સાળા-બનેવી પર કરેલા હુમલામાં સારવાર દરમ્યાન બનેવીનું મોત નીપજતા બનાવના ફરિયાદ પક્ષના લોકોના ટોળાંએ ધસી આવી હુમલો કરનારના ઘરને આગ લગાડી દેતા સ્થાનિક વિસ્તારમાં અફરા-તફરી અને ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આગ અંગેની જાણ કરતા અગ્નિશામક દળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. દરમ્યાન આ મામલે ૧૫થી વધુ શખ્સોના ટોળાં સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહતમાં બનેલી ઘટના અંગે રેવાબેન પ્રવીણભાઈ ચૌહાણ (ઉ. વ. ૫૫)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના પુત્રોને ચાર દિવસ પહેલા નરશીભાઈ પરશોત્તમભાઈ જાદવ ની ઝગડો થયેલ જેમાં આ નરશીભાઈને માથામાં તથા પગના ભાગે ઈજાઓ થયેલ હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવેલ જ્યાં સારવાર દરમ્યાન નરશીભાઇનું મોત નીપજતા તે બાબતની દાઝ રાખી નરશીભાઈના સાળા કરણ કિશોરભાઈ વાજા તથા તેનો ભાઈ વિજય કિશોરભાઈ વાજા (રહે.-કરચલીયા પરા ભાવનગર), રવી રમણીકભાઈ ઉ ર્ફે ટીંડોર વેગડ (રહે.મેલડીમાંનીધાર મફતનગર ખેડુતવાસ ભાવનગર), જીતેશ ઉર્ફે જી.જી. રમણભાઈ રાઠોડ (રહે.-રૂવા પરી ચોક ખેડુતવાસ ભાવનગર), હિતેશ વેગડ (રહે.ખેડુતવાસ ભાવનગર), વિશાલ ધરજીયા તથા ડગી (રહે.બન્ને ખેડુતવાસ શિતળામાના ઓટલા પાસે ભાવનગર), કાળો ગફાર (રહે.ક.પરા ભાવનગર), પોપટ ધીરૂ બાંભણીયા (રહે .ક.પરા અગરીયાવાડ ભાવનગર), જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ (રહે.ગુણાતીતનગર આનંદનગર ભાવનગર), રાકેશ ર મેશભાઈ રાઠોડ (રહે.ખેડુતવાસ ભાવનગર), રોહન મુકેશભાઈ રાઠોડ (રહે.ખેડુતવાસ ભાવનગર) તેમજ બીજા અજાણ્યા શખ્સોએ એક સંપ કરી અમારા ઘર સામે આવી પથ્થરના ઘા કરવા લાગતા અમો બહાર નીકળી જતા અમારા મકાનોને જ વલનશીલ પદાર્થ સાથે લાવી આગ લગાડી સળગાવી ઘર વખરીના સર સામાન સળગાવી દઈ અંદાજીત રૂ .-૩,૦૦,૦૦૦ નું નુકશાન કરી નાસી છૂટ્યા હતા.
રેવાબેન પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા નોંધવાયેલી ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસ મથકના પોસઈ અરવિંદ કટારાએ તમામ શખ્સો વિરૂધ્ધ જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆમિર ખાનની 'સિતારે જમીન પર '20 જૂને રીલીઝ થશે
April 18, 2025 12:21 PM'જાટ' વિવાદમાં ફસાઈ, સની દેઓલ અને રણદીપ હુડા વિરુદ્ધ જાલંધરમાં ફરિયાદ
April 18, 2025 12:20 PMવિરાટ-અનુષ્કાના પરિવારની એઆઈ ઈમેજએ મચાવી ધૂમ
April 18, 2025 12:18 PMશહેરનો રાજાશાહી વખતનો ભુજીયો કોઠો નવ નિર્મિત થઇને થોડા દિવસોમાં ખુલ્લો મુકાશે
April 18, 2025 12:17 PMરીબડા પાસે કારાખાનને નિશાન બનાવનાર તસ્કર ટોળકી ઝડપાઇ
April 18, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech