ન્યારી ડેમ પાસે પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર વગાડતા ગુનો નોંધાયો

  • May 21, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કાલાવડ રોડ પર ન્યારી ડેમ પાસે કણકોટ રોડ તરફના રસ્તે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર વગાડતા તાલુકા પોલીસે અહીં પહોંચી હતી. પોલીસે અહીંથી સ્પીકર- એમ્પ્લીફાયર સહિતનો મુદ્દામાલ કબજે કરી ડી.જે. સંચાલક સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ ભુંડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ડી.જે. સંચાલક લાલજી બધાભાઈ સોંદરવા (ઉ.વ 28 રહે. સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નંબર 30, મૂળ આમદપરા તા. કુતિયાણા)નું નામ આપ્યું છે.


હેડ કોન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના તે તથા કોન્સ્ટેબલ ભીખુભાઈ મૈયડ પોલીસ સ્ટેશનએ હતા દરમિયાન પીસીઆર ઇન્ચાર્જ ને કંટ્રોલરૂમ તરફથી ન્યારી ડેમ રોડથી કણકોટ રોડ તરફ જતા રસ્તા ઉપર આવેલ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સ્પીકર ચાલુ હોવાનું કોલ મળ્યો હોય જેથી ફરિયાદી અહીં પહોંચી તપાસ કરતા અહીં તીવ્ર ધ્વનિ વાળા સ્પીકર ચાલુ હતાં. જેથી એ સ્પીકર અને એમ્પ્લીફાયર સહિત રૂ. 8,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં ડીજે સંચાલક લાલજી સોંદરવા સામે જાહેર નવા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application