આટકોટ: પોણા બે વર્ષ પૂર્વે ઝડપાયેલા બાયોડીઝલના પંપમાં હવે ગુનો નોંધાયો

  • January 11, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આટકોટ પાસે રાજકોટ ભાવનગર હાઇવે પર ગત વર્ષે ૨૦૨૩ માં માર્ચ મહિનામાં પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડી અહીં પ્રજાપતિ હોટલ પાછળ ધમધમતો બાયોડીઝલનો પપં ઝડપી લીધો હતો. જે તે સમયે અહીંથી પિયા ૨.૮૯ લાખનું જવનલશીલ પ્રવાહી સહિત . ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરમિયાન આ મામલે હવે મામલતદારની ફરિયાદ પરથી આટકોટ પોલીસ સ્ટેશનમાં બાયોડીઝલનો આ પપં ચલાવનાર જસદણમાં ભાદર રોડ પર રહેતા શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, મામલતદાર મહેશકુમાર ધીરજલાલ દવે (ઉ.વ ૫૭ રહે. ગંગા ભુવન સોસાયટી, જસદણ) દ્રારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઈકબાલ સોહિલભાઈ કથીરી (રહે સૈયદ ચોક, ભાદર રોડ, કલાલના ડેલા પાસે જસદણ) નું નામ આપ્યું છે.
મામલતદારએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૨૪૩ ના સાંજના સમયે જિલ્લા પુરવઠા અધિકારી તથા પુરવઠા નિરીક્ષકો રાજકોટની ટીમ દ્રારા જસદણ તાલુકાના આટકોટ ગામે રાજકોટ ભાવનગર હાઇવે પ્રજાપતિ હોટલની પાછળના ભાગમાં આવેલી છાપરાવાળી ઓરડીમાં અનઅધિકૃત રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. જેથી અહીં તપાસ કરતા લીલા કલરનું આઉટલેટ પપં જોવા મળ્યો હતો અને ભેળસેળયુકત પ્રવાહીનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે અહીં હાજર મળી આવેલ વ્યકિતને પૂછતાછ કરતા તેનું નામ નંદુભાઈ ભીખાભાઈ જેબલિયા હોવાનું અને તે અહીં પિયા ૭૦૦૦ માં પગારદાર હોવાનું જણાવ્યું હતું. યારે પેઢીના માલિક તરીકે તેણે ઈકબાલ કથીરનું નામ આપ્યું હતું. આ અંગે જે તે સમયે જરી કાર્યવાહી કરી અહીંથી પિયા ૨,૮૯,૬૭૪ ની કિંમતનો ૩૭૬૨ લીટર જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો તેમજ ડિસ્પેન્ચર આઉટલેટ યુનિટ, જમીનમાં રહેલ ટાંકી સહિત કુલ પિયા ૪,૩૪,૬૭૪ નો મુદ્દામાલ સીઝ કર્યેા હતો. બાદમાં તપાસમાં પપં સંચાલક ઈકબાલ કથીરીએ જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ હાજર થઈ આપેલા નિવેદન મુજબ તેમણે આ પપં ખોલવા માટે કોઈ મંજૂરી લીધી નથી કે કોઈ મંજૂરી મેળવવા માટે અરજી કરી નથી. આ જગ્યા તેણે ભાડે રાખી છે પરંતુ ભાડા કરવાની નકલ પણ રજૂ કરી નથી જેથી અગાઉ તપાસની તારીખે રહેલ વેલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થામાંથી એક એક લીટર ના સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા જે સેમ્પલમાં પેટ્રોલિયમની હાજરી મળી હતી.
જેથી સંચાલકે ક્ષતિ અને ગેરીતિઓ રાખી શરતોનું ઉલંઘન કરી વેચાણ કરવાની ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩ તથા તે હેઠળ બહાર પાડેલ પરિપત્ર ઠરાવ ભગં બદલ કલમ સાત મુજબ આરોપીએ ગેરકાયદે રીતે ખરીદ વેચાણના બિલ આધાર વગર તેમ જ એકસપ્લોઝિવ લાયસન્સ વગર ફાયર એકિઝકયુટર લગાવ્યા વગર કે અન્ય કોઈ અિશામક સાધનોની વ્યવસ્થા વગર આ રીતે પપં ચલાવતો હોય તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે આટકોટ પોલીસે ગુનો નોંધ્યો છે બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એન.પી.ગોહિલ ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application