માનપરના ખેડૂત પાસેથી રોકડ રકમ ચોરીને નાસી છૂટેલા પરપ્રાંતિય શ્રમિક સામે ગુનો

  • September 19, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના માનપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ચનાભાઈ વીરાભાઈ બેરા નામના 35 વર્ષના ખેડૂતે મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા જિલ્લાના રાણપુર ખાતે રહેતા સુનિલ દિવાનભાઈ માવી નામના શખ્સને તેમની સાથે ખેતીની જમીન વાવવા માટે રાખવામાં રાખ્યો હતો. અહીં તેણે ચનાભાઈ સાથે વિશ્વાસ કેળવીને સુનિલે થોડા-થોડા સમયે કુલ રૂપિયા 54,000 નો ઉપાડ કરી અને ખેતીનું કામ અધુરું મૂકીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવા ઉપરાંત ચનાભાઈના એકટીવા મોટરસાયકલને કરિયાણું લેવા જવાનું કહીને લઈ ગયા બાદ આ એક્ટિવાની ડિક્કીમાં રાખવામાં આવેલા રૂપિયા 35,000 ની ચોરી કરી લીધી હતી.


આમ, રૂ. 54,000 ના ઉપાડ ઉપરાંત રૂ. 35,000 ની ચોરી કરીને લઈ જવા સબબ ચનાભાઈ બેરાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સુનીલ માવી સામે આઈ.પી.સી. કલમ 406 તથા 379 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application