જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં રહેતા એક શખ્સને ક્રિકેટનો સટ્ટો રમવા અંગે એલસીબીની ટીમે ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં ક્રિકેટનો સટ્ટો ચલાવતા મુખ્ય બુકીનું નામ ખુલ્યું છે.
આ દરોડા ની વિગત એવી છે કે એલસીબી ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સેતાવાડ વિસ્તારમાં રહેતો ચંદ્રેશ ઉર્ફે પીસી અનિલભાઈ ઉદાણી નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોન મારફતે ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે ચંદ્રેશ ઉદાણી ને ઝડપી લીધો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન, મોટરસાયકલ અને રોકડ રકમ સહિત ૩૭,૨૫૦ ની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના મુખ્ય બુકી ખોજાભાઈ સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૪૫ ડિગ્રી તાપમાનમાં બંધ કરવી પડે તેવી ઇલેક્ટ્રિક સિટી બસ શું કામની? વિપક્ષની આંદોલનની ચિમકી
April 30, 2025 03:18 PMમનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી 2000 કરોડના વધુ એક કૌભાંડમાં એફઆઈઆર
April 30, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech