૧૬ પન્ટરોના નામ ખુલ્યા : મોરબી પંથકના ત્રણ સટ્ટાખોરો દ્વારા સોદાઓ પાડતા બેડ પાસે એલસીબી ત્રાટકી : ૭.૩૨ લાખની માલમતા જપ્ત
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટના નેટવર્કને પકડી પાડ્યું છે, અને મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરોની અટકાયત કરી ૭.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જયારે ક્રિકેટના સોદાની કપાત કરનારા મોરબી જામનગર પંથકના અન્ય ૧૬ પન્ટરને ફરારી જાહેર કરાયા છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટેલીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એલસીબીના કાસમભાઇ, હિતેન્દ્રસિંહ, ષીરાજસિંહને મળેલ બાતમી આધારે જામનગરની નજીક આવેલા બેડ ગામના ટોલનાકા પાસે જાહેર રોડ પર અર્ટીગા કારમાં બેસીને મોરબી પંથકના શખ્સો આઇપીએલ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહયા છે.
જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે બેડ ગામના પાટીયા પાસે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી, જે વોચ દરમિયાન જીજે ૩૬ એ.એલ. ૯૯૭૪ નંબરની અર્ટીગા કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને પોલીસે અટકાવી લીધી હતી, અને તેની તલાસી લીધી હતી.
જે તલાસી દરમિયાન કારમાં બેઠેલા ત્રણ શખ્સો પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે કાર તેમજ ૬ નંગ મોબાઈલ ફોન અને ૧૧,૫૦૦ની રોકડ રકમ વગેરે સહિત ૭,૩૨,૫૦૦ની માલમતા કબજે કરી લીધી હતી.
આ ઉપરાંત કારમાં બેઠેલા મોરબી પંથકના ત્રણ બુકીઓ વાવડી રોડ ક્રિષ્નાપાર્કમાં રહેતા અસલમ કાસમ પરમાર-ઘાંચી, મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ રહેતા તોફીક હુસેન પિલુડીયા પીંજારા અને મોરબી રવાપર રોડ ખાતે રહેતા સબીર આબીદ કાદરીની અટકાયત કરી લેવામાં આવી છે, અને ત્રણેય સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની વધુ તપાસ તપાસ દરમિયાન આઈપીએલની ચેન્નાઈ અને કલકત્તા વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમાડવામાં આવી રહ્યો હતો, અને જુદા જુદા જામનગર અને મોરબી પંથકના ૧૬ જેટલા પંટર સાથે ક્રિકેટના સોદાની કપાત કરવામાં આવતી હતી જેથી એલસીબીની ટુકડીએ મોરબીના અને જામનગર પંથક ઉપરાંત અલગ કે જેઓને કોડ નંબર અથવા તો ઉપનામ અપાયા હતા જે પૈકીના મોરબી સબજેલ પાછળ મકરાણી પાળામાં રહેતા હનીફ મકરાણી તથા ૧૩ નંબર , ૧૯ નંબર, ૧૧ નંબર, ૪૭ નંબર, ત્રણ નંબર, ૭ નંબર-કાનો મોરબી, ૫૬ નંબર, ૦૦ નંબર ૪૦૧ નંબર, હનીફ, ૪૪ નંબર, ડાગલી, વીઆઈસી, અલીભાઈ, બાપુ અને એમ એમને ફરારી જાહેર કરવામાં આવ્યા છે. જેઓની મોબાઈલ નંબરના આધારે શોધખોળ ચલાવાઇ રહી છે.
આ ઉપરાંત જામનગરના પટ્ટણીવાડ, વંડાફળી, બુરહાની એપાર્ટમેન્ટ મ નં. ૪ ખાતે રહેતા રીક્ષા ડ્રાઇવર ફકદીન અસગરઅલી કપાસી નામના શખ્સને મોબાઇલ આઇડીમાં ઓમાનમાં રમાતી આફ્રીકા વુમન અને ઇન્ડીયા વુમન વચ્ચેનો મેચ નિહાળી સોદાઓ પાડતા રોકડા ૧૧૫૦ અને મોબાઇલ સાથે સીટી-એ ડીવીઝને દબોચી લીધો હતો.