રાજકોટના ન્યારી–૧ ડેમ રોડ સ્થિત રિજન્સી લગુન રિસોર્ટ ખાતે ગત સાંજે ક્રેડાઇ ગુજરાત અને ક્રેડાઇ રાજકોટની એન્યુઅલ જનરલ મીટીંગ યોજાઇ હતી. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાયના ૪૦ શહેરોના બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ ૪૦ શહેરોના ૧૨ હજારથી વધુ મેમ્બર્સ ધરાવતા દેશના સૌથી મોટા ચેપ્ટરના હોસ્ટ બનવાનું સૌભાગ્ય રાજકોટ ચેપ્ટરને મળ્યું હતું. આ ભવ્ય સમારોહમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમ પાલા, રાયસભા સાંસદ રામભાઇ મોકરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભવ્ય સન્માન બાદ કરેલા ઉદબોધનમાં સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે ક્રેડાઇ લોકોનું ઘરના ઘરનું સ્વપન પૂર્ણ કરે છે.
આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલએ બિલ્ડર્સને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે લોકોનું ઘર આપવાનું કામ આ એસોસિયેશન કરી રહ્યું છે. દરેક બિલ્ડર કમ સે કમ ૫૦૦થી વધુ પરિવારોને રોજીરોટી કમાવવાનું માધ્યમ છે. આ તકે તેમણે જળ સંચય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બોર રિચાર્જ, નવા તળાવ અને ચેક ડેમ બનાવવા જેવા પ્રોજેકટસ તેમજ ગામડા દત્તક લેવા માટે બિલ્ડર લોબી આગળ આવે તેવી અપીલ કરી હતી.
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એજીએમમાં ચેરમેન પદે અમિતભાઇ ત્રાંબડીયા, યુથ વિંગ પ્રમુખ તરીકે ઋષિત ગોવાણી, જોઇન્ટ સેક્રેટરી પદે સંદીપભાઇ સાવલિયા અને ટ્રેઝરર તરીકે રાજદિપસિંહ જાડેજાની નિયુકિત કરવામાં આવી હતી તેમજ રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ), ચેતન રોકડ અને હાર્દિક શેઠનો બોર્ડ મેમ્બર તરીકે સમાવેશ કરાયો હતો. તદ્દઉપરાંત ઇન્વાઇટી બોર્ડ મેમ્બર તરીકે ઋષીત ગોવાણી, આદિત્ય લાખાણી, ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણા, રાજેન્દ્ર સોનવાણી, પાર્થ તળાવિયા, દિવ્ય પટેલ, ચિરાગ લાખાણી, કિશન કોટેચાની નિમણુકં કરાઇ હતી.યારે યુથ કન્વીનર પદે નીરજ ભીમજીયાણી, પ્રિતેશ પીપળીયા, સમીર હાસલિયા, ભરત સોનવાણી, દિશીત પોબા અને ધવલ હત્પંબલની નિમણુકં કરાઇ હતી.
મિટિંગની શઆતમાં રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અવસાન પામેલા દિવાંગતોને શ્રધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ક્રેડાઈ ગુજરાતની મીટીંગમાં ગાંધીનગર, સેલવાસ, જલગાંવ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા સહિતના ૪૦થી વધુ શહેરોના બિલ્ડર્સ હાજર રહ્યા હતા. સાંજે ૫–૩૦થી રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એજીએમનો પ્રારભં થયો હતો. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી.આર.પાટીલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. રાજકોટ શહેરમાં વિકાસની ગતિને તેજ બનાવવા માટે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ગહન ચર્ચા થઇ હતી.
સૌપથમ ક્રેડાઈ ગુજરાતની મીટીંગ મળી હતી ત્યારબાદ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એજીએમ સાંજે ૫–૩૦ કલાકથી શ થઈ હતી જે સાંજે ૭–૦૦ કલાક સુધી ચાલી હતી. રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ બોર્ડ મીટીંગમાં જરી ચર્ચા વિચારણા થઈ હતી. આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈને કઈ કઈ રજૂઆતો કરવાની છે તે અગં પરામર્શ કરવામાં આવ્યો હતો. રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એજીએમ પૂર્ણ થયે કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી.આર.પાટીલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રાન્ડ ગાલા ડિનર યોજાયું હતું
બિલ્ડર્સને રાજય સરકાર વતી તમામ મદદની ખાતરી: મંત્રી રાઘવજી પટેલ
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલએ બિલ્ડર્સને સંબોધતા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાય સરકાર દેશના તમામ નાગરિકોને રહેવા માટે સાં અને સસ્તું ઘરનું ઘર પૂં પડવાની વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. જેમાં બિલ્ડરો વિવિધ રીતે ખૂબ સહકાર આપી રહ્યા છે અને એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપનને સાકાર કરવા પ્રયાસરત છે ત્યારે રાય સરકાર વતી બિલ્ડરોને કોઈપણ મદદ કરવાની ખાતરી આપું છું
બાંધકામ વ્યવસાયએ અન્ય અનેક વ્યવસાયને પુરક: પરસોત્તમ રૂપાલા
રાજકોટના સાંસદ પરસોત્તમ પાલાએ બિલ્ડર્સને સંબોધતા કહ્યું હતું કે, બાંધકામ વ્યવસાયએ માત્ર બિલ્ડરનું જ માત્ર પાલન પોષણ કરતો નથી પરંતુ અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા લાખો લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. આ એક એવો વ્યવસાય છે કે જેમના મોટાભાગના ગ્રાહકો જીવનમાં એકાદ વાર જ ઘરનું ઘર ખરીદી શકે છે. એમને જીવનભરનો ભરોસો આપવાનું કામ બિલ્ડર નિાપૂર્વક નિભાવે છે એ મોટી ઉપલબ્ધિ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech