ભારત સરકારે નવી ઇલેકિટ્રક વ્હીકલ પોલિસી જાહેર કરી છે. ટેસ્લા સહિત વિશ્વભરની અગ્રણી ઈવી વાહન ઉત્પાદક કંપનીઓ દ્રારા આ નીતિ પર નજર રાખવામાં આવી રહી હતી. નવી ઈવી પોલિસીમાં સૌથી વધુ ભાર વિદેશી રોકાણ ભારતમાં લાવવા પર રહેશે. આ ઉપરાંત ઇવી ટેકનોલોજીના ઉત્પાદનમાં ભારતને અગ્રેસર બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. જેમાં વિદેશી કંપનીઓએ ઓછામાં ઓછા ૪,૧૫૦ કરોડ પિયાનું રોકાણ કરવું પડશે.
ઈલેકિટ્રક વ્હીકલ સ્કીમને ભારત સરકારની નવી ઈવી નીતિ હેઠળ લાવવામાં આવી છે. આમાં ટેકસમાં છૂટ પણ આપવામાં આવશે. નવી ઈવી પોલિસી હેઠળ, જો કોઈ કંપની ૫૦૦ મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરે છે અને ૩ વર્ષમાં દેશમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપે છે, તો તેને આયાત કરમાં રાહત આપવામાં આવશે. આ સાથે, અગ્રણી ઈવી ઉત્પાદક ટેસ્લા સહિત વિશ્વની મોટી કંપનીઓને ભારતમાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્પાદન કંપનીઓને ઈ–વ્હીકલ સેગમેન્ટમાં ભારતમાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે. નવી નીતિ દેશમાં ઈવી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં કામ કરશે. આ ઉપરાંત ઈવી સેગમેન્ટની અધતન ટેકનોલોજી પણ ભારતમાં આવી શકશે. આમાં ૪,૧૫૦ કરોડ પિયાથી શ કરીને કોઈપણ રકમનું રોકાણ કરી શકાય છે. કંપનીઓએ ૩ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવા પડશે.
નવી ઈવી નીતિ અનુસાર, કંપનીઓએ ૩ વર્ષમાં ભારતમાં બનેલા લગભગ ૨૫ ટકા પાટર્સ અને ૫ વર્ષમાં ભારતમાં બનેલા ઓછામાં ઓછા ૫૦ ટકા પાટર્સનો ઉપયોગ કરવો પડશે. જો કોઈ કંપની ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપે છે, તો તેણે ભારતમાં ૩૫,૦૦૦ ડોલર અને તેનાથી વધુ કિંમતની કારના એસેમ્બલિંગ પર ૧૫ ટકા કસ્ટમ ડુટી ચૂકવવી પડશે. આ સુવિધા ૫ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.
આ નવી ઈવી પોલિસી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે એક ફટકો છે. આ સ્થાનિક દિગ્ગજો ઈવી આયાત પર ટેકસ મુકિતનો વિરોધ કરી રહ્યા હતા. આ કંપનીઓ માને છે કે ટેકસમાં ઘટાડાથી વૈશ્વિક કંપનીઓ માટે ભારતમાં મોંઘી ઈવી કાર વેચવાનું સરળ બનશે. ટેસ્લાની માંગ હતી કે ૪૦ હજાર ડોલરથી ઓછી કિંમતની કાર પર કસ્ટમ ડૂટીમાં ૭૦ ટકા છૂટ અને ૪૦ હજાર ડોલરથી વધુ કિંમતની ઈવી કાર પર કસ્ટમ ડૂટીમાં ૧૦૦ ટકા છૂટ આપવામાં આવે. વાણિય અને ઉધોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત કોઈના દબાણમાં આવ્યા વિના પોતાની સ્વતત્રં નીતિ બનાવશે. અમે કોઈ એક કંપની માટે પોલિસી બનાવીશું નહીં. અમારો પ્રયાસ વિશ્વની તમામ ઈવી કંપનીઓને ભારતમાં લાવવાનો રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech