પ્રભાસ પાટણમાં પ્લાસ્ટિકને ખાઇને ગાયો બીમાર પડી મૃત્યુ પામે છે

  • April 02, 2024 03:25 PM 

પ્રભાસ પાટણ સોમનાથમાં ઠેક ઠેકાણે કચરો અને પ્લાસ્ટિકને કારણે ગંદકી જોવા મળે છે તેમજ વારંવાર ધોરીયા છલકાવાને કારણે રોડ ઉપર ગંદકીયુક્ત પાણી ફરી વળે છે.
​​​​​​​
પ્રભાસ પાટણ ખુબજ ગીચ વસ્તી ધરાવતું શહેર છે અને તેમાં કચરો અને પ્લાસ્ટિક ચારે બાજુ પડેલ જોવા મળે છેે. જેની પુરતા પ્રમાણમાં સફાઇ કરવામાં આવતી નથી અને પ્લાસ્ટિકની થેલીમાં ખાવાની વસ્તુ સાથે નાખવામાં આવે છે અને ગાયો પ્લાસ્ટિક સાથે ખાવાની વસ્તુ પણ ખાઇ જાય છે જેથી બીમાર પડે છે અને ગાયો મૃત્યુના મુખમા ધકેલાઈ જાય છે. જેથી આવા કચરા અને પ્લાસ્ટિકની ગંદકી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઉપાડીને નિકાલ કરવો જોઈએ પરંતુ કચરાના નિકાલ માટે પુરતું ધ્યાન આપવામાં આવતું નથી અને ચારે બાજુ ગંદકીનું પ્રમાણ વધતુ જાય છે.
આ ગંદકી અને ધોરીયા છલકાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને બિમારીનું પ્રમાણ વધે છે. જેથી ગંદકી સાફ સફાઈ કરી અને ફોગીગ મશીન દ્વારા ધુમાડા ફેલાવવા જોઈએ. જેથી મચ્છરોમાં ધટાડો થાય તેમજ દવાનો છંટકાવ પણ કરવો જોઈએ જેથી રોગચાળો ધટે જેથી લોકો ને દવાખાનાના ખર્ચામાંથી મુક્તિ મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application