એસ્ટ્રોસિટી અને હુમલા ના કેસ માં આરોપીને છ માસ ની સજા ફરમાવતી અદાલત

  • December 22, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક વ્યક્તિ ઉપર હુમલો કરી તેને જાતિ પ્રત્યે આપમનીત કરવા   અંગે એસ્ટ્રોસિટી સહિત ની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેના કેસ માં આરોપી ને એસ્ટ્રોસિટી ની કલમ હેઠળ છ માસની સજા નો અદાલતે હુકમ કર્યો છે.
ગત તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ ના બાબુભાઈ માવજીભાઈ ધ્રોલ માં એક પણ ની દુકાન પાસે બેઠા હતા ત્યારે આરોપી જગદીશભારથી બચુભારથી  ત્યાં આવ્યો હતો અને પોતે ભુવા છે,  તાંત્રિક વિધિ થી બધા કામ પોતાના થી થઈ જાય છે. તેમ જણાવ્યું હતું. આથી બાબુભાઈ વળતો જવાબ આપ્યો હતો કે પોતે તેમાં માનતા નથી આ ખોટી વાતો છે .આથી આરોપી જગદીશભારથી ઉશ્કેરાયો હતો. અને જાતિ પ્રત્યે અપમાનિત કરી ને લોખંડના પાઇપ થી માર માર્યો હતો. આ બનાવ અંગે બાબુભાઈ માવજીભાઈએ જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો તથા એસ્ટ્રોસિટી ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી હતી.
આ અંગે નો કેસ સ્પે. અદાલત મા ચાલી જતા ન્યાયધીશ એ એસ વ્યાસ એ બંને પક્ષની દલીઓ સાંભળી હતી અને ટકોર કરી હતી કે અનુસૂચિત જાતિ અને જનજાતિ ના લોકો વારંવાર સામાન્ય હિંસા નો ભોગ બનતા રહે છે. આ હકીકત નું પુનરાવર્તન ન થાય તે જોવા ની  જવાબદારી પણ કાયદાના ઘડવૈયાઓની છે .આખરે તમામ દલીલને અંતે આરોપી જગદીશભારથી બચુભારથી  ને હુમલો તથા એસ્ટ્રોસિટી ની કલમ મુજબ  છ માસ ની કેદ ની સજા તથા રૂ.૨૧૦૦ નાં દંડ નો  હુકમ કર્યો હતો. અને દંડની રકમ ના ભરે તો વધુ સાત દિવસની સજા નો આદેશ કર્યો હતો.
આ કેસમાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર ધર્મેન્દ્ર જીવરાજાની અને મૂળ ફરિયાદી  તરફે વકીલ કિરણ બગડા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application