કાલાવડ તાલુકાના હંસ્થળ ગામ માં વાડી ફરતે બાંધેલી કાંટાળી તાર માં વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હોવાથી એક સિંહણ નું મૃત્યુ થયું હતું, જેને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. આ કેસ માં પકડાયેલા બે આરોપીઓ ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે.
જામનગર જિલ્લા નાં કાલાવડ તાલુકામાં હંસ્થળ ગામ વિસ્તાર માં મળદપીર દરગાહ ની પાછળ આવેલી બેલા પથ્થરની ખાણમાંથી સિંહણ નો મૃતદેહ જમીન મા દાટેલો મળી આવ્યો હતો. આથી વનવિભાગ, એફ એસ. એલ અને વેટરનરી ડોકટરો ની ટીમે ઘટના સ્થળે હોડી સિંહણ ના મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ માટે સેમ્પલ મોકલી તપાસ હાથ ધરી હતી. તપાસ માં વાડીની ફરતે મુકાયેલી ગેરકાયદેસર ફેન્સીંગમાં વીજ કરંટથી સિંહણ નું મૃત્યુ થયા બાદ તેના મૃતદેહ ને હંસ્થળ ગામે રહેતા જશમામદ નૌયડા ઉર્ફે નિઝામ અનવર નૌયડા તથા હુશેન ખાનમામદ નોયડા એ સિંહણ નાં મૃતદેહ ને ગાડામાં લઈ જઈ તેને દાટી દીધાનું ખૂલતાં બન્ને શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી બંને ની ધરપકડ કરવામાં આવી હતી.
જે બંને આરોપીઓએ જામનગર ની અદાલતમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી એ અદાલતમાં સંખ્યા બંધ મુદે રજૂઆત કરી હતી. આ બનાવમાં મૃત્યુ પામેલ વન્ય પ્રાણી સિંહણને વૈજ્ઞાનિક પદ્ધત્તિ મુજબ અભ્યાસ હેતુ વન વિભાગ દ્વારા સિંહણ ને રેડિયો કોલર પહેરાવવામાં આવેલા તેનાથી ખૂબ જ મહત્વ ની વૈજ્ઞાનિક ડેટા મળતો હતો. જે એસીયાટીક લાયનની પ્રજાતિ સંરક્ષણ માટે અતિ મહત્વનો સાબિત થતો. અને હવે આ ગુના ના કારણે ભવિષ્ય માં મળનાર અતિ મહત્વની માહિતી નો નાશ થયેલ છે. આવા ગંભીર પ્રકારનાં ગુનામાં જો આરોપીઓ ને જામીન પર છોડવામાં આવે તો ભવિષ્યમાં અન્યને પણ પ્રોત્સાહન મળશે.
જમન ભંડેરી એ એવી પણ રજૂઆત કરેલ હતી કે, એસીયાટીક સિંહણ ભારતીય વન સંરક્ષણ અધિનિયમન ની શેડયુલ-૧, માં આ કાયદા હેઠળ રક્ષીત પ્રાણી હોય સમગ્ર દેશના સર્વભોમત પર રક્ષીત છે. વિગેરે જેવી બાબતોની ધારદાર દલીલ કરી આરોપીઓની જામીન અરજી રદ કરવા માંગણી કરી હતી.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળીને તેમજ તપાસનીશ અધીકારીનું સોગંદનામુ ધ્યાને લઈને ન્યાયધીશ આર. વી. માંડાણી એ બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech